દિલ્હીની જામા મસ્જીદે લગાવ્યું ટીકટોક પર બેન…

June 10, 2019 at 11:11 am


દિલ્હીમાં બે વિદેશી છોકરીઓના કારણે જામા મસ્જીદ પર ટીકટોક બેન કરી દેવામાં આવ્યું છે. આ બંને મસ્જિદમાં નમાઝ પઢવાના રૂમની નજીક ડાન્સ કરીને ટિકટોક વીડિયો બનાવી રહી હતી. આ ઉપરાંત જામા મસ્જિદમાં વિદેશીઓની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જામા મસ્જિદની અંદર સિવિલ ડિફેન્સમેમ્બર કેફિયત ખાન અહીં આવતા લોકો પર નજર રાખશે. તેમનું કામ મસ્જિદની અંદર ફોટો અને વીડિયો ઉતારતાં લોકોને રોકવાનું રહેશે, તેમના જણાવ્યા પ્રમાણે મસ્જિદમાં છોકરીઓના ડાન્સનો વીડિયો વાઇરલ થયા પછી હવે અહીંયા કોઈને પણ વીડિયો શૂટ કરવાની પરવાનગી નથી. લોકો અહિયાં અલ્લાહની ઈબાદત કરવા આવે છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓને ફોટો અને વીડિયો ઉતારવાનો ઘણો શોખ હોય છે, પણ આ બનાવ બન્યા બાદ હવે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વિદેશીઓ જામા મસ્જિદની અંદર પ્રવેશી પણ શકશે નહીં.

Comments

comments

VOTING POLL