દિલ્હીમાં ખેડૂતોની સંસદ તરફ કૂચઃ પોલીસ સાથે ઘર્ષણ

November 30, 2018 at 10:58 am


પોતાના બે માંગોને લઇને દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા છે, જ્યાંથી તેઆે આજે સંસદ સુધી માર્ચ કરશે. ખેડૂતો સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી અને પાકના પોષણત્તમ ભાવો મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. દેશભરના ખેડૂતો બુધવારની રાત્રીથી દિલ્હી પહાેંચી રહ્યા છે. પોલીસે ખેડૂતોને નવીદિલ્હીના વિસ્તારમાં આવતા અટકાવવા માટે 144મી કલમ લાદી દીધી છે. આવી સ્થિતિમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના અેંધાણ પણ છે.

રાત સુધી રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ ગયા છે અને હાલ પણ તેઆે અનેક જગ્યાએથી પહાેંચવાનો સિલસિલો યથાવત છે. રામલીલા મેદાનમાં અયોધ્યા નહી દેવું માફ જોઇએ જેવા નારા સાંભળવા મળ્યા હતા.

આંદોલનમાં ભેગી થઇ રહેલી ભીડને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કર્યો છે. પોલીસે આજે રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી ખેડૂત માર્ચ માર્ગમાં સુરક્ષા અને ટ્રાફિક ના સજાર્ય તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોની માર્ચ દરમિયાન રસ્તાની બન્ને બાજુ દોરડું લગાવવામાં આવ્યું છે અને બીજી બાજુ પોલીસ તૈનાત હશે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સજાર્ય. રાજધાનીમાં ટ્રાફિકની સમસ્યા ન સજાર્ય તેના માટે 3500 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આ આંદોલનને ઘણા વર્ગો અને સામાજિક કાર્યકતાર્આેનું સમર્થન મળી રહ્યું છે. ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અને નેતા એચડી દેવગૌડાએ રામલીલા મેદાનમાં ખેડૂતો સાથે મુલાકાત કરી. અહી તેમણે વડાપ્રધાન મોદીને આ મામલા દખલ અંદાજી કરી વ્યિક્તગત મુલાકાત કરે તેવી અપીલ કરી હતી.
જ્યારે તમિલનાડૂથી આવેલા ખેડૂતોના એક સંગઠને તો ધમકી આપી છે કે જો અમને સંસદ સુધી માર્ચ કાઢવા દેવામાં આવી નહી તો અમે નગ્ન થઇને માર્ચ કરીશું. પોલીસનું અનુમાન છે કે માર્ચ દરમિયાન 10-15 હજાર ખેડૂતો એકત્રિત થઇ શકે છે

Comments

comments

VOTING POLL