દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ખોરવાઈ

January 19, 2019 at 10:51 am


દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ફેલાયેલા ગાઢ ધુમ્મસને કારણે સવારે ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે વિમાનસેવા ખોરવાઈ ગઈ હતી અને 450 જેટલા વિમાનનું સમયપત્રક બદલવાની ફરજ પડી હોવાનું હવાઈમથકના અધિકારીઆેએ કહ્યું હતું.
વહેલી સવારે 5ઃ30થી બપોરે એક વાગ્યા દરમિયાન વિમાનસેવા પ્રભાવિત થઈ હતી. લગભગ સવારે 10ઃ20 સુધી રહેલા ગાઢ ધુમ્મસને કારણે 450 વિમાનમાંથી 97 ટકા વિમાન તેમના નિર્ધારિત સમયપત્રક કરતાં મોડા આવ્યા હતા કે મોડા ઉપડéા હતા એમ જણાવતાં અધિકારીઆેએ કહ્યું હતું કે બાકીના વિમાનોને અન્ય માર્ગે વાળવામાં આવ્યા હતા કે રદ કરવામાં આવ્યા હતા.
ગાઢ ધુમ્મસને કારણે સવારે 5ઃ30 વાગ્યાથી 10ઃ20 વાગ્યા દરમિયાન ઉડ્ડયન મોટા પ્રમાણમાં રોકી દેવામાં આવ્યા હતા. સવારે 6ઃ00 વાગ્યાથી 7ઃ20 વાગ્યા દરમિયાન વચ્ચે વચ્ચે અમુક વિમાનોને ઉતરાણ કરવાની પરવાનગી આપવામાં આવી હોવાનું અન્ય અધિકારીએ કહ્યું હતું.
સવારે 5ઃ30થી 10ઃ20 દરમિયાન પાંચ વિમાનને અન્ય માર્ગ પર વાળવામાં આવ્યા હતા. સિંગાપોરથી આવેલા એક વિમાનને કોલકતા વાળવામાં આવ્યું હતું તો બેંગકોક, દુબઇ, ગુવાહાટી અને મસ્કતથી આવતા ચાર વિમાનને જયપુર વાળવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. ભાગ્યે જ કોઈ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવી હતી અને જે વિમાનને પરવાનગી આપવામાં આવી હતી તે વિમાનનાં કદ, વિઝીબિલિટી અને ઍર ટ્રાફિક કંટ્રાેલ (એટીસી) દ્વારા આપવામાં આવેલા િક્લયરન્સને આધારે આપવામાં આવી હતી, એમ અધિકારીઆેએ કહ્યું હતું.

Comments

comments

VOTING POLL