દિલ્હીમાં બોસ કોણં

July 5, 2018 at 11:15 am


હજુ સુધી પૂર્ણ રાજ્યનો દરંાે નહિ મેળવી શકેલા દિલ્હીમાં અસલી બોસ કોણ એ પ્રશ્નનો જવાબ આવી તો ગયો છે પરંતુ તેના અર્થઘટન અલગ અલગ થઇ રહ્યા છે. દિલ્હીમાં લેફટનન્ટ ગવર્નરનો આદેશ અંતિમ ગણાય કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનો તે અંગે વિવાદ ચાલતો હતો અને તેમાં સુપ્રીમ કોર્ટે ચિત્ર સ્પષ્ટ કર્યું છે. કોર્ટે કહ્યું કે દેશમાં લોકતાંત્રિક મૂલ્ય જ સૌથી મોટું છે. ચૂંટાયેલી સરકારે જનતાને જવાબ આપવાના હોય છે. આથી અધિકારોમાં સંતુલન જરુરી છે. બંધારણનું સન્માન કરવું જોઈએ. આપણે તેનાથી અલગ નથી. આપણી સંસદીય પ્રણાલી છે, કેબિનેટે સંસદને જવાબ આપવાના હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંઘ પ્રદેશોના માળખામાં રાજ્યોને પણ સ્વતંત્રતા છે. કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવું જોઈએ.

કોર્ટે એમ પણ કüુ કે, કેબિનેટના ચુકાદાને લટકાવી રાખવો એ યોગ્ય નથી. વિવાદ હોય તો રાષ્ટ્રપતિ પાસે જવું યોગ્ય છે. આથી એલજી-કેબિનેટ વચ્ચે મતભેદની સ્થિતિમાં રાષ્ટ્રપતિ પાસે જવું જોઈએ. જ્યાં સુધી બંધારણ મંજૂરી ન આપે ત્યાં સુધી એલજી સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લઈ શકે નહી. ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહથી કામ કરે ઉલ્લેખનીય છે કે 4 આેગસ્ટ 2016ના દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહી કેન્દ્રના પ્રતિનિધિ ઉપરાજ્યપાલની મંજૂરીથી જ નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણયને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટના આ ચુકાદા વિરુÙ આમ આદમી પાર્ટીની સરકારે સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ સામે અનેક દલીલો કરી હતી.અને કહ્યું હતું કે તેમની પાસે વિધાયી અને કાર્યપાલિકા બંને અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ પાસે કોઈ પણ કાયદો બનાવવાના વિધાયી પાવર છે. જ્યારે બનાવવામાં આવેલા કાયદાને લાગુ કરાવવા માટે તેમની પાસે કાર્યપાલિકાના અધિકાર છે.

Comments

comments