દિલ્હી અને મુંબઇના કેટલાક નેશનલ હાઈ-વે પર સફર કરવી જોખમીઃ વાહનો માટે અસુરક્ષિત

September 17, 2018 at 11:11 am


જો તમે દિલ્હી કે મુંબઇના નેશનલ હાઇવે પર સફર કરો છો તો સાવધાન થઇ જાઆે. એક સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે કે દિલ્હી-મુંબઇના અંદાજે 30 ટકા નેશનલ હાઇવે કાર, બસ, અને ટ્રક માટે સુરક્ષિત નથી. આ સર્વે વર્લ્ડ બેન્ક અને નેશનલ હાઇવે આેથોરિટી આેફ ઇન્ડિયા (એનએચએઆઇ) સહિત કેટલીય એજન્સીઆેએ કરાવ્યો છે. સ્ટડીમાં અકસ્માતોની સંભાવનાઆે અને ગંભીરતાને મુખ્ય બનાવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે એનએચનો આ ભાગ બાઇક સવારો, પગપાળા જનારા અને સાઇકલ ચલાવનારા માટે પણ સુરક્ષિત નથી કારણ કે આ લોકો માટે આ માર્ગો પર કોઇ સુવિધા નથી.

આ અંગે એક મીડિયા રિપોર્ટમાં આવ્યું છે કે વર્લ્ડ બેન્કના ગ્લોબલ રોડ સેãટી, ઇન્ટરનેશનલ રોડ અસેસમેન્ટ પ્રાેગ્રામ, અને એનએચએઆઇ એ બે એનએચ કોરિડોરને સેãટી અસેસમેન્ટ અને સ્ટાર રેટિંગ કર્યું છે. આ બંને કોરિડોરને દુનિયાભરના ક્રેશ સ્ટડીઝના આધાર પર એક થી પાંચ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહ્યું છે કે 5431 કિલોમીટર લાંબા આ બંને કોરિડોરના માત્ર 40 કિલોમીટર ભાગને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. 245 કિલોમીટર ભાગને 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. બંને નેશનલ હાઇવેના નેટવર્ક પર અંદાજે 55 ટકા ભાગને 3 સ્ટાર રેટિંગ આપ્યું છે તેનો મતલબ છે કે કેટલીક હદ સુધી આ માર્ગ સુરક્ષિત છે. બંને કોરિડોરના બાકીના 39 ટકા હિસ્સાને 1 કે 2 સ્ટાર રેટિંગ મળ્યા છે તેનો મતલબ એ છે કે તે રસ્તા યાત્રીઆે માટે સંપૂર્ણ પણે અસુરક્ષિત છે.

દિલ્હી-મુંબઇ નેટવર્કના અંદાજે 824 કિલોમીટર ભાગને એ સ્થિતિમાં 1 કે 2 સ્ટાર રેટિંગ આપ્યા છે જ્યાર સ્પીડની વધુ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક હોય. જો વધુમાં વધુ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 2795 કિલોમીટર લંબાઇવાળા આ નેટવર્કને કમોબેશ 1517 કિલોમીટર એટલે કે 54 ટકા હિસ્સો અસુરક્ષિત શ્રેણીમાં આવી જશે.

ઉલ્લેખનીય છે કે માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે ગયા વર્ષે એપ્રિલમાં વધુમાં વધુ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરી હતી.

Comments

comments

VOTING POLL