દિલ્હી આજે ઘરઆંગણે પણ મુંબઈને હરાવવાના મૂડમાં: પંત પર સૌકોઈની નજર

April 18, 2019 at 11:31 am


વર્લ્ડ કપ માટે રાષ્ટ્રની ટીમમાંથી બાકાત રહેવામાં સર્જાયેલા મોટા વિવાદમાં ચચર્નિો મુદ્દો બનેલ દિલ્હી કેપિટલ્સની ટીમનો રિષભ પંત પર આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આજે અહીં રમાનારી મેચમાં બધાની નજર હશે.
દિનેશ કાર્તિકની તરફેણમાં ભારતની ટીમના બીજા વિકેટકીપરનું સ્થાન ગુમાવી દીધા પછી 21 વર્ષીય પંત બિલકુલ મુગ્ધ બની ગયો છે અને એ જોવાનું રહે છે કે તે પોતાની નિરાશામાંથી બહાર આવી કેવો દેખાવ કરી શકે છે.

પોતપોતાની આઠ મેચમાંથી પ્રત્યક્ષ 10 પોઈન્ટ સાથે બંને ટીમ સ્પધર્નિા નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને ત્રણ વેળા ચેમ્પિયન બનેલ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ કાંઈ નવી વાત નથી, પણ કેપિટલ્સની ટીમ 2012થી સેમી-ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી નથી.
મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને સલાહકાર તરીકે સૌરવ ગાંગુલીએ કેપિટલ્સની ટીમના ખેલાડીઓમાં આત્મવિશ્ર્વાસ ઊભો કર્યો છે જે તેઓની રમતમાં દેખાઈ આવે છે તથા હવે તેઓ સ્પધર્નિો તાજ જીતવામાં પોતે માનવા લાગ્યા છે.
વરિષ્ઠ ખેલાડી શિખર ધવને કહ્યું હતું કે પોન્ટિંગ અને ગાંગુલીનો અનુભવ અને સહકાર ટીમને ઘણો કામ આવ્યો છે અને તેઓએ અમારામાં જીતવાનો આત્મવિશ્ર્વાસ ઊભો કર્યો છે.

ધવને કહ્યું હતું કે નવા નામ, વહીવટ અને મદદનીશો સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ વિદેશી તથા ભારતીય ખેલાડીઓ જોડે મજબૂત અને સમતોલ છે.
કેગિસો રબાડા અને ક્રિસ મોરીસની દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરોની જોડીએ સારી કામગીરી બજાવી છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં આ બંનેએ ટીમના વિજયમાં સાત વિકેટ વહેંચી લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ઝડપી ગોલંદાજ કીમો પોલે પણ છેલ્લી બે મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમની બેટિંગ પણ ઝળકી છે કે જેમાં ધવને કેટલાક મંદ દેખાવ પછી ફરી પોતાના ફોર્મમાં આવી રન કરવા લાગ્યો છે.

પણ, બધાની નજર પંત પર હશે જે વર્લ્ડ કપ્ની ટીમમાં પસંદગી પામવાનું ચૂકી જવા બાદ પોતાની પહેલી મેચમાં રમનાર છે.
અહીં ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડની પિચ ઉપર પણ બધાનું ધ્યાન હશે. સ્લો પિચ બદલ ટીકા થઈ રહી છે. પોન્ટિંગે સ્પધર્નિી શરૂઆતની મેચમાં થયેલા પરાજય બાદ તેને કેપિટલ્સની ટીમ માટેની શક્યપણે સૌથી ખરાબ પિચ તરીકે તેને ગણાવી હતી.
કોલકતા નાઈટ રાઈડર્સ સામે સુપર ઓવરભરી મેચ સિવાય, અહીં રમાયેલ અન્ય બે મેચમાં નાના જુમલા નોંધાયા હતા અને બંને વેળા આયોજક ટીમનો પરાજય થયો હતો.

કેપિટલ્સની જેમ મુંબઈ ઈન્ડિયન્સ પણ દરેક મેચ સાથે પોતાના દેખાવમાં સુધારો કરતી રહી છે અને લાસિત મલિન્ગાના પાછા ફરવાથી તેની તાકાત વધી ગઈ છે તથા ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સારો પ્રભાવ પાડી રહ્યો છે જેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં 16 બોલમાં અણનમ 37 રન ફટકાયર્િ હતા.
કેપિટલ્સની ટીમે વર્તમાન સ્પધર્મિાં આ અગાઉ બંને વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વિજય મેળવ્યો હતો અને રોહિત શમર્િ તથા તેના સાથી ખેલાડીઓ અહીં કોટલાના મેદાન પર પોતાની તે હારનો બદલો લેવાના પૂરા પ્રયત્ન કરશે.મેચની શરૂઆત: રાતે 8 વાગ્યે.

Comments

comments