દિવંગત હરિરામબાપાના જન્મદિવસની ઠેરઠેર ઉજવણી

September 7, 2018 at 1:24 pm


જેમના નામનું સ્મરણ થતાં રૂવાડે રૂવાડે માનવતા છવાઈ જાય એવા જસદણના દિવગંત સંગ પ.પૂજ્ય હરિરામબાપાના આજે શુક્રવારે સવારથી જ ધામિર્ક કાર્યક્રમો સાથે 85માં જન્મદિવસની ઉજવણી થઈ હતી. ઈસ્વીસન 2014માં અમરેલીના નાગનાથ મંદિરમાં દેહ છોડનારા હરિરામ બાપા વિદ્યાર્થીકાળથી જીવનના અંત સુધી રામનામ અને ભુખ્યાને ભોજન પૂજય જલારામ બાપાના પગલે ચાલ્યા હતા. આજે પણ તેમણે સ્થાપેલા અન્નક્ષેત્રોમાં હજારો લોકોને વિનામૂલ્યે ભોજન મળી રહ્યું ચે અને દેશના વિવિધ શહેરોમાં રામનામની આહલેક સંભળાય રહી છે. આવા મહામાનવ સંતપુરુષ હરિરામબાપાએ પોતાના જીવનમાં પૈસા અને અનુયાયીઆેને સ્થાન કયારેય આપ્યું નથી. આજે તેમના 85માં જન્મદિવસે રામધૂન, હનુમાન ચાલીસા, પૂજન, પ્રસાદ, શોભાયાત્રા, સુંદરકાંડ જેવા વિવિધ ધામિર્ક કાર્યક્રમો ભાવિકો દ્વારા યોજાયા હતા. જસદણ પંથકમાંથી રામનામની આહલેક અને ભુખ્યાજનોને ભોજન માટે દેશના અનેક પ્રાંતો શહેરો સુધી લઈ જનારા અને પૂ.જલારામ બાપાના પગલે ચાલી પૂÎયનું ભાથું બાંધનારા પૂ.હરિરામબાપાનો શુક્રવારે 85મો જન્મદિન હોવાથી જસદણ, ઘેલા સોમનાથ, આટકોટ, નાગપુર, સાવરકુંડલા જેવા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અનેકવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાશે. હરિરામબાપાએ વિદ્યાર્થી અવસ્થાથી માંડી જીવનના અંત સુધી ફકત રામનામ અને ભોજનને પોતાનો જીવનમંત્ર બનાવી આશ્રમોની સ્થાપના અને કોઈને પણ અનુયાયીઆે બનાવ્યા વગર નાતજાત, જ્ઞાતિ જાતના ભેદભાવ વગર લોક ભલાઈના કાર્યોમાં અગ્રેસર રહ્યા હતા. આવા મહામાનવે સ્થાપેલા અન્નક્ષેત્રોમાં જસદણ, આટકોટ, નાગપુર સહિત અનેક ગામોમાં હજારો લોકો વિનામૂલ્યે ભોજન લઈ રહ્યા છે. ખાસ કરીને તેમને માનનારા ભાવિકો પણ ગરીબો જરૂરિયાતમંદોને જમણા હાથે આપી ડાબા હાથને ખબર પડવા દેતા નથી. આવા સંતપુરુષ પૂ.હરિરામબાપાના જન્મદિવસે કાલે પ્રસાદ પૂજન, સુંદરકાંડ, રામધુન, હનુમાન ચાલીસા જેવા અનેક કાર્યક્રમો યોજાશે.

Comments

comments

VOTING POLL