દિવાળીના એક દિવસ પહેલાં અયોધ્યામાં 151 મીટર ઉંચી શ્રીરામની મૂર્તિનું સ્થાપન

September 13, 2018 at 11:09 am


અયોધ્યામાં રામમંદિર નિમર્ણિ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી છે. દરમિયાન સરકાર અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા લગાવી શકે છે. આ મૂર્તિની કુલ ઉંચાઈ 151 મીટર હશે. 44 મીટરની ઉંચાઈવાળા ચબૂતરા ઉપર 107 મીટરની મૂર્તિ સ્થાપિત થશે. આ માટેની તૈયારી પણ પૂરી કરી લેવાઈ છે. એવી સંભાવના છે કે દિવાળીના એક દિવસ પહેલાં અયોધ્યામાં ઉજવાનારા ‘દીપોત્સવ’ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિનો શિલાન્યાસ કરશે.
આ માટે 300 બાય 300 મીટરની જગ્યાનો ઉપયોગ કરાશે. અયોધ્યાના બન્નેપુલની વચ્ચે જ્યાં ક્વિન મેમોરિયલ છે ત્યાં જ મૂર્તિ લગાવવાનો પ્રસ્તાવ છે. આ અંગે અંતિમ નિર્ણય સ્થાનિક વહીવટી તંત્ર અને પર્યટન વિભાગે લેવાનો છે. તંત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર થોડા દિવસમાં કઈ જગ્યાએ મૂર્તિ લગાવવાની છે તેનો નિર્ણય લેવાઈ જશે. આખી મૂર્તિ તાંબાથી બનાવવામાં આવશે અને તેમાં સ્ટીલ તથા કોંક્રિટનો પણ પ્રયોગ કરાશે.
આટલી ભવ્ય મૂર્તિ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ આકર્ષણમાં વધારો કરવા માટે બાજુમાં જ મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઓડિટોરિયમ પણ બનાવાશે.

Comments

comments