દિવાળીના દિવસે લક્ષ્મીપ્રાપ્તી માટે કરવામાં આવતા કેટલાંક ટોટકા

November 7, 2018 at 11:49 am


કારતક મહિનાના કૃષ્ણપક્ષની અમાસની તિથિ પર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ આજે 7 નવેમ્બર અને બુધવારના દિવસે આવી છે. દિવાળીની અમાસની અંધારી રાત આધ્યિત્મક સાધના અને તંત્ર સાધના માટે ખુબજ મહત્વની માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો લક્ષ્મીપ્રાપ્તી માટે કેટલાંક ટોટકા અપનાવતા હોય છે. માનવામાં આવે છે કે આ ટોટકાઆે દ્વારા તુરંત જ ધનવૃધ્ધિ થાય છે. જયોતિષીઆે દ્વારા બતાવવામાં આવેલા ટોટકાઆે આ રહ્યા કે જેના દ્વારા ઘરની દરિદ્રતા દુર કરી શકાય છે.
શંખ અને ડમરૂનો પ્રયોગઃ-
દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પુજન બાદ પુરા ઘરમાં શંખ અને ડમરૂ વગાડો તો તેના દ્વારા ઘરની દરિદ્રતા દૂર થાય છે તેમજ નકારાત્મક ઉજાર્ પણ બહાર જતી રહે છે સાથે એવી માન્યતા છે કે, આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.
હકીકની પૂજાથી ધનની કમી નહી થાય
લક્ષ્મી પૂજન કરતી વખતે હકીકની પણ પુજા કરી તેને ધારણ કરવાથી ધનની વૃિÙ થાય છે. રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણેશ અને ધનની દેવી લક્ષ્મી છે આ બન્નેના સંયુકત યંત્રને મહાયંત્ર તરીકે આેળખવામાં આવે છે. આ દિવસે આ યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં ધન-સંપતિની કમી જોવા મળતી નથી.
શેરડીના સાંઠાની પુજાઃ-
દિવાળીના દિવસે શેરડીના સાંઠાને ઘરમાં લઇને આવે અને લક્ષ્મીજીની પૂજા કરે સાથો સાથ સાંઠાની પણ પૂજા કરે તેને ધન પ્રાપ્તી થાય છે.
નવા ઘડાની ખરીદીઃ-
જયોતીષીઆેના મતે દિવાળીના દિવસે પાણીનો નવો ઘડો ખરીદીને લાવો અને તેમાં પાણી ભરીને રસોડાના કાપડથી ઢાંકીને મુકી દો તેનાથી ઘરમાં હંમેશા બરકત થાય છે અને પરિવારમાં તમામ લોકો ખુશ રહે છે.
આંબલીના ઝાડની ડાળીઃ-
દિવાળીના દિવસે આંબલીના ઝાડની ડાળી કાપીને પોતાની તિજોરી કે કબાટમાં મુકી દો જેના દ્વારા પણ ઘરમાં પૈસાની કયારેય અછત નહી વતાર્ય.
ઝાડુનું દાનઃ-
દિવાળીના દિવસે તમે કોઇ મંદિરમાં કે પછી ગરીબોને ઝાડુનું દાન કરો જો તમારા ઘરની આસપાસ મહાલક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં સુગંધવાળી ધુપ પણ દાન કરી શકો છો.
સ્મશાનમાં અિૂભષેકઃ-
દિવાળીના દિવસે સ્મશાનમાં શિવમંદિરે જઇને ત્યાં દુધ તથા મધનો અભિષેક કરો તેના દ્વારા પણ તમારા ઘરમાં કયારેય પણ ચીજ વસ્તુઆેની કમી જોવા નહી મળે.
બીજ મંત્રનો જાપઃ-
દિવાળીના દિવસે કાળા મરચાના દાણા ‘કલી’ બીજ મંત્રના જાપ સાથે પોતાના તથા પરિવારના સભ્યોના માથેથી ફેરવીને દક્ષિણ દિશામાં ઘરની બહાર ફેંકી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની વૃધ્ધિ થશે અને શત્રુ શાંત થઇ જશે.
કિન્નર પાસેથી પૈસા લેવાઃ-
જયોતીષીઆેના મતે કિન્નર પાસે પૈસા માગવામાં આવે તેમજ શ્રધ્ધા પ્રમાણે તેને રૂપિયાનું દાન કરવામાં આવે તેમજ એક સિકકો તેમની પાસેથી લઇ તે પછી સ્પર્શ કરાવી તિજોરીમાં રાખી દેવાથી આખુ વર્ષ ધનની કમી નહી થાય. કોઇપણ કામમાં અવરોધ નહી આવે.
વૃધ્ધિ યંત્રનો ઉપયોગીઃ-
વેપાર વૃધ્ધિ માટે વેપાર વૃધ્ધિ યંત્રનો ઉપયોગ કરવો જોઇએ જેથી દિવાળીના દિવસે કેસરથી દાડમની કલમ સાથે ભોજપત્ર બનાવવું તેમાં એક વર્ગ બનાવી 9 ઉપવર્ગ બનાવવું. પ્રથમ લાઇનમાં 8,1,6 તેમજ બીજી લાઇનમાં 3,6,7 તેમજ ત્રીજી લાઇનમાં 4,9,2 લખો.

Comments

comments

VOTING POLL