દિવાળીના વેકેશન બાદ રાજ્યભરમાં શરૂ થનારો મિશન વિદ્યાનો બીજો તબક્કાે

November 1, 2018 at 10:54 am


ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગઈકાલે તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ નિયામકો સાથે બેઠક કરી હતી. એક મહિનામાં બીજી બેઠક યોજવાના પરિણામ શિક્ષણ જગતમાં અનેક તર્ક ઉદભવ્યા છે.

મળતી વિગતો મુજબ આ બેઠકમાં ગુણોત્સવ મિશન વિદ્યા, સ્વચ્છ શાલાઆે, વધ-ઘટના કેમ્પોનું આયોજન, આેચિંતી તપાસના અહેવાલો બાદ તંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં દિવાળી બાદ મિશન વિદ્યાના માઠા પરિણામો લાવનારી શાળામાં તેમજ પ્રથમ સત્રાંતના નબળા પરિણામો લાવનારી શાળામાં મિશન વિદ્યાનો બીજો તબક્કાે હાથ ધરવામાં આવનાર છે.

પ્રથમ સત્રાંત મૂલ્યાંકનમાં પ્રથમ વખત અમલી બનાવવામાં આવેલા બાû સુપરવિઝન અને બાü મૂલ્યાંકન સ્થિતિ અને તેના પરિણામો પર પરાર્મશ કરવામાં આવ્યું હતું.

જે જિલ્લામાં પ્રથમ સત્રાંતના પરિણામો હકારાત્મક મેળવવામાં સફળતા મળી નથી તે તમામ જિલ્લાઆેમાં દિવાળીના વેકેશન બાદ મિશન વિદ્યાનો બીજો તબક્કાે હાથ ધરવામાં આવનાર છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર પ્રાથમિક શાળાના મિશન વિદ્યાના પ્રથમ તબક્કા બાદ પ્રથમ સત્રાંત પરીક્ષાઆે પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ વિદ્યાર્થીના વાંચન, લેખન ગણતમાં જોઈએ તેટલો સુધારો આવ્યો નથી.

આ બધી બાબતોને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ખાસ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મિશન વિદ્યાનો બીજો તબક્કાે દિવાળીના વેકેશન બાદ હાથ ધરવામાં આવશે.

Comments

comments

VOTING POLL