દિવાળી ટાણે ભાજપ અને કાેંગ્રેસમાં વિખવાદની હોળી

November 7, 2018 at 11:02 am


લોકસભાની ચૂંટણી માટે ચોપાટ ગોઠવવામાં અત્યંત મહત્વના પ્યાદા ગણાતા સંગઠનમાં દિવાળી ટાણે વિખવાદના સંકેતો મળી રહ્યા છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી મનસુખ માંડવિયા અને વિજય રૂપાણી છેલ્લા કેટલાય સમયથી એકબીજાના કાર્યક્રમોમાં સૂચક ગેરહાજરી આપીને સંકેતો આપી રહ્યાછે તો કાેંગ્રેસના જમ્બોજેટ સંગઠન માળખાની જાહેરાત આેગસ્ટ બાદ પ્રથમ નવરાત્રીએ થનાર હતી પરંતુ આ માળખુ જૂથવાદના ભરડામાં અટવાય જતાં દિવાળીના દિવસે જાહેરાત થઈ શકી નથી.

ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદ પરાકાષ્ઠાએ છે. સાધુબેટ ખાતે સ્ટેચ્યુ આેફ યુનિટીના લોકાર્પણમાં જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખને હાજર હોવા છતાં મંચ પર જગ્યા મળી નહી તો ગઈકાલે પાલિતાણામાં કાળભૈરવના યજ્ઞમાં હાજરી આપવા ગયેલા રૂપાણી સાથે વાઘાણી કયાંય દેખાયા નથી.

ઉપરાંત તાજેતરમાં રો-રો સવિર્સના લોકાર્પણમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરમાં હોવા છતાં ગેરહાજર રહ્યા હતા.

આમ રૂપાણી, વાઘાણી અને માંડવિયા ત્રણેય એકમંચ પર હાજર નહી થતા હોવાનું ભાજપમાં ચર્ચાએ જોર પકડયું છે. તો માંડવિયા જૂથના ભાજપ આગેવાનો ગઈકાલે પાલીતાણામાં હાજર હોવા છતાં મુખ્યમંત્રી રૂપાણીની નજીક ફરકર્યા નથી.

બીજીબાજુ કાેંગ્રેસમાં સારા નહી મારાને સંગઠનમાં સ્થાન આપોની ખેંચતાણ પરાકાષ્ઠાએ ચાલી રહી છે. સત્તા વિહોણી કાેંગ્રેસમાં હોદાને લઈને હોડ જામી છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ધાનાણી દિલ્હી જઈને હાઈકમાન્ડને યાદી સાેંપ્યાને દોઢ મહિનો વિત્યો છે આ સંગઠનની જાહેરાત થઈ શકતી નથી.

નવરાત્રીએ જાહેર થનાર આ સંગઠન માળખામાં બે-બે ઉપપ્રમુખ ઝોન મુજબ મહામંત્રીઆેની વરણી કરવામાં આવશે. અંદાજે 300 જેટલો લોકોને વિવિધ પદ પર બેસાડવાની તૈયારીને લઈને કાેંગ્રેસમાં ધમાસાણ ચાલી રહ્યું છે. દિવાળીના દિવસ સુધી સંગઠનની જાહેરાત થઈ શકી નથી જે સ્પષ્ટ જૂથવાદ બતાવે છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપ અને કાેંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહાેંચ્યો છે. સંગઠનમાં શરૂ થયેલો આ વિખવાદ લોકસભાની ચંૂટણીમાં બન્ને પક્ષોને વ્યાપક નુકસાન વેઠવું પડશે તે વાત નિશ્ચિત છે.

Comments

comments

VOTING POLL