દિવાળી પર સૌથી વધારે ચર્ચાતો વિષય,આ વોટ્સએપ સ્ટિકર ક્યાંથી આવે છેં

November 7, 2018 at 2:30 pm


મેં મારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કર્યું. ફોનને રિસ્ટાર્ટ કર્યો. એકવાર ચાલુ બંધ પણ કરી જોયો પરંતુ આ દિવાળી અને બીજા qક્રએટિવ સ્ટિકર આવતા જ નથી. કદાચ તમારા આસપાસના મિત્રોને તમે આવું કહેતા સાંભળ્યા હશે. વોટ્સએપ તરફથી તાજેતરમાં જ સ્ટિકરનો વિકલ્પ આપવામાં આવ્યો છે.દિવાળી પર આમ તો લોકોને ફટાકડા ફોડવાં કે ક્યાંક બહાર ફરવામાં રસ હોય છે. પણ આ દિવાળી પર લોકો વોટ્સએપ સ્ટિકર ક્યાંથી આવે તે જાણવામાં વધારે રસ છે.
સ્ટિકર માટે આઈઆેએસ અને એન્ડ્રાેઇડ યુઝર્સે વોટ્સએપનું નવું વર્ઝન ડાઉનલોડ કરવું ફરજિયાત છે. જે બાદમાં તમને ચેટ બોક્સમાં સ્ટિકરનો વિકલ્પ જોવા મળશે. જોકે, અહી તમને મર્યાદિત સ્ટિકર જ જોવા મળશે. જો તમારે વધારે સ્ટિકર જોઈએ છે તો આ માટે તમારી થર્ડપાર્ટી એપની મદદ લેવી પડશે.
જો તમે પણ આતુર પોતાના મિત્રોને અવનવા સ્ટિકર મોકલવા માટે આતુર છો તો અમે તમને જણાવીશું કે કેવી રીતે અને ક્યાંથી આ સ્ટિકર આવે છે.
(1) સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પરથી સ્ટીકર પેક ફોર વોટ્સએપ એપ ડાઉનલોડ કરો. (તમે આવી બીજી એપ્સ પણ ડાઉનલોડ કરી શકો છો.), (2) ત્યારબાદ સ્ટીકર પેક આેપન કરી કોઈ પણ સ્ટિકરને વોટસએપ પર શેર કરો., (3) શેર કરવાથી વોટ્સએપ અપડેટ કરવાનું કહેવામાં આવશે., (4) વોટ્સએપ અપડેટ કર્યા બાદ સ્ટિકર પેકમાંથી તમારી પસંદના સ્ટિકરને એડ કરો.(5) એડ કરેલા સ્ટિકર વોટ્સએપમાં ઈમોજીની બાજુમાં દેખાશે. બસ તો હવે તમારા પરિવાર અને મિત્રોને મૂંઝવણમાં મૂકી મોકલો વોટ્સએપ પર અવનવાં સ્ટિકર!

Comments

comments

VOTING POLL