દીપિકા,આલિયાને પાછળ છોડી પ્રિયંકા ચોપરા બની ઇન્સ્ટાગ્રામ પર વર્લ્ડમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારી સેલીબ્રીટી

May 16, 2019 at 5:14 pm


પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોલોઅર્સની વધતી સંખ્યા માટે ખુશી વ્યક્ત કરી છે. તેણે એક વીડિયો શેયર કરીને પોતાનો આ આનંદ વ્યક્ત કર્યો છે.

 

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પરના પોતાના અકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યુ હતુ કે,”મારી ઇન્સ્ટા ફેમિલી, તમારો બધાનો હું દિલથી આભાર માનું છું.મારી આ સફરમાં હિસ્સો બનવા માટે મારા તરફથી તમને ભરપૂર પ્રેમ. હું પણ તમને બધાને પ્રેમ કરું છું.”પ્રિયંકાએ આ સાથે એક વિડિયો શેયર કર્યો છે, જેમાં તે આનંદથી ઉછળથી અને ફેન્સને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળે છે.

 

ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં બોલીવૂડના દરેક સ્ટાર્સમાં પ્રિયંકા ચોપરા વર્લ્ડમાં  સૌથી આગળ છે. દીપિકા પદુકોણના સાડા ત્રણ કરોડ જ્યારે આલિયાના ત્રણ કરોડ તેત્રીસ લાખ ફોલોઅર્સ છે. પ્રિયંકાનો પતિ નિક જોનાસ પણ પ્રિયંકા કરતા બહુ પાછળ છે. તેના ૨૩.૯૦ લાખ ફોલોઅર્સ છે.

Comments

comments

VOTING POLL