દીપિકા અને ઈશાન ખટ્ટરને ઇન્સ્ટાગ્રામ અવોર્ડ મળ્યો

March 21, 2018 at 4:34 pm


બોલીવુડના તમામ સ્ટાર્સને પાછળ છોડીને qક્રકેટર વિરાટ કોહલીને મળ્યો મોસ્ટ એન્ગેજ્ડ અકાઉન્ટનો અવોર્ડ ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં દીપિકા પાદુકોણ, ઈશાન ખટ્ટર અને વિરાટ કોહલીને વર્ષ 2017ના ભારત માટેના અવોડ્ર્સ આપવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા દીપિકાને મોસ્ટ ફોલોડ અકાઉન્ટનો અવોર્ડ આપવામાં આવ્યો છે. દીપિકાના 2,24,54,230 ફોલોઅર્સ છે. પ્રિયંકા ચોપડા 2,20,89,891 ફોલોઅર્સ સાથે બીજા ક્રમે અને આલિયા ભટ્ટ 2,09,05,748 ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે. આ સાથે જ વિરાટ કોહલીને મોસ્ટ એન્ગેજ્ડ અકાઉન્ટનો અવોર્ડ આપવામાં આવ્યો છે. વિરાટની પોસ્ટને મળતી લાઇક્સ અને કમેન્ટ્સને કારણે તેને આ અવોર્ડ મળ્યો છે. વિરાટે બોલીવુડની તમામ સેલિબ્રિટીઝને પાછળ છોડી દીધી છે. તેનાં લગ્નની પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ હતી અને એને સૌથી વધુ લાઇક્સ અને કમેન્ટ્સ મળી હતી. ધડક દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી રહેલા શાહિદ કપૂરના સાવકા ભાઈ ઈશાનને ઇન્ડિયાના મોસ્ટ ઇમર્જિંગ અકાઉન્ટનો અવોર્ડ મળ્યો છે. ઈશાને અકાઉન્ટ શરુ કર્યા બાદ એના ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હોવાથી આ અવોર્ડ તેને આપવામાં આવ્યો છે.

બાર દિવસમાં આઠ કિલો વજન ઉતારેલું ઈશાન ખટ્ટરે

ઈશાન ખટ્ટરે તેની ફિલ્મ માટે ફક્ત બાર દિવસમાં આઠ કિલો વજન ઉતાર્યું હતું. ઈશાન બોલીવુડમાં ધડક દ્વારા એન્ટ્રી કરી રહ્યાે છે, પરંતુ તેની ઍક્ટર તરીકેની પહેલી ફિલ્મ ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ હતી. આ ફિલ્મ માટે ડિરેક્ટરે તેને વજન ઉતારવાનું કહેતા ઈશાને ફક્ત બાર જ દિવસમાં આઠ કિલો વજન ઉતારી દીધું હતું.

Comments

comments

VOTING POLL