દીપિકા પદુકોણ અને હૃતિક રોશન રૂપેરી પડદે જોવા મળશે સાથે !

August 3, 2019 at 10:36 am


હૃતિકની આગામી ફિલ્મમાં હૃતિક દીપિકા સાથે જોવા મળશે. હૃતિક રોશનની હાલની જ ફિલ્મ ‘સુપર ૩૦’ બોક્સઓફીસ પર ધૂમ મચાવી રહી છે. આ બાદ આવનારી ફિલ્મમાં હૃતિક એક વધુ પડકારજનક રોલ ભજવવાનો છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હૃતિક રોશન દિગ્દર્શક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવવાનો છે. આ માઇથોલોજિકલ ડ્રામા ફિલ્મ નિતેશનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. હૃતિક રોશને આ ફિલ્મમાં રામના પાત્ર માટે હા પાડી છે. ત્યારે નિર્માતા મધુ મંતેનાની ઇચ્છા છે કે, સીતાનું પાત્ર દીપિકા પદુકોણ ભજવે. જો આમ થશે તો આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે કામ કરતી જોવા મળશે. હૃતિક માટે આ એક પડકારજનક રોલ હશે. ત્યારે હૃતિકે જણાવ્યું હતું કે, ” હું રામાયણ પર કામ કરવા માટે ઉત્સુક છું. હાલ હું ‘છિછોરે’ ફિલ્મની શુટીંગમાં વ્યસ્ત છું. ત્યાર બાદ હું ‘રામાયણ’ ફિલ્મનું કામ શરૂ કરીશ. આ ફિલ્મ મારા માટે એક પડકારરૂપ હશે. આ ફિલ્મને સંપૂર્ણ ગરિમા સાથે રજુ કરવાની મારા પર મોટી જવાબદારી છે.” આ ફિલ્મની વિગત આપતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ લાઇવ-એકશન ટ્રાઇલોજી હશે. જેને ૩ડીમાં સૂટ કરવામાં આવશે. તો સાથે આ ફિલ્મને હિંદી ઉપરાંત તેલુગુ અને તમિલ ભાષામાં પણ બનાવામાં આવશે. આ ફિલ્મનું બજેટ રૂપિયા ૫૦૦ કરોડ હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે ફિલ્મમેકર્સ જલદી જ આ ફિલ્મની ઘોષણા કરશે. ત્યારે ફેન્સ પણ આતુરતાથી આ જોડીને રૂપેરી પડદે જોવા રાહ જોઈ રહ્યા છે.

Comments

comments