દીપોત્સવ માટે શ્રીશ્રી રવિશંકરજીનું રાજકોટમાં આગમન

November 7, 2018 at 1:26 pm


દીપોત્સવના પાવન પર્વમાં આજરોજ આધ્યાિત્મક ગુરૂ શ્રીશ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં આજે સાંજે અષ્ટ લક્ષ્મી હવન, પૂજન તથા મહાસત્સંગના ત્રિવેણી કાર્યક્રમોનું રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીશ્રી રવિશંકરજી આર્ટ આેફ લિવિંગ સંસ્થાના પ્રેણેતા છે. તેઆે નવ વર્ષ બાદ રાજકોટના આંગણે આવી પહાેંચ્યા છે. તેઆે દેશ-વિદેશમાં લાખો અનુયાયીઆે ધરાવે છે. ત્યારે આ દિવ્ય ઉત્સવની ઉજવણી કરવા એક લાખથી વધુ અનુયાયીઆે સાંજે મેદાનમાં ઉમટી પડશે.

રાજકોટના રેસકોર્સના મેદાનમાં 10,000 સ્કવેર ફૂટમાં વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે ગુજરાતમાં 1800થી વધુ આર્ટ આેફ લિવિંગ પ્રશિક્ષકો છે. રાજકોટમાં પણ બહોળા પ્રમાણમાં સાધક વર્ગ આર્ટ આેફ લિવિંગ સંસ્થાના માધ્યમથી શ્રીશ્રી રવિશંકરજીના અનુયાયીઆે છે.

હજારોની મેદની અત્યારથી જ રાજકોટમાં ઉમટી પડી છે. આ ઉપરાંત રેસકોર્સના મેદાનમાં વિશાળ સ્ટેજ, આકર્ષક પ્રવેશ દ્વાર તથા અષ્ટલક્ષ્મી હવનમાં યજમાનોને બેસવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજના દિવ્ય આયોજનમાં શ્રીશ્રી રવિશંકરજીના બહેન ભાનુદીદી, વિક્રમ હઝરા તેમજ ઋષિ નિત્યપ્રજ્ઞાજી જેવા આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષકો પણ આવી ઉપસ્થિત રહેશે. તેમજ પૂજા, હવન તથા મહાસત્સંગમાં વિધિવિધાન કરવા માટે બેંગ્લોરથી ખાસ વેદની તાલીમ પ્રાપ્ત કરેલા પંડિતોની ટત્તીમ પણ આવી પહાેંચી છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત નામાંકિત વ્યિક્તઆે તથા ઉદ્યાેગપતિઆે પણ ઉપસ્થિત રહેવાના હોવાનું આર્ટ આેફ લિવિંગ સંસ્થાના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કાર્યક્રમ પૂર્વે સ્વયંસેવકોએ એક લાખ ઘરે જઈને રૂબરૂ આમંત્રણ પાઠવ્યા છે. તેમજ 10,000 ઘરોમાં સ્વચ્છતાનો સંદેશા પાઠવ્યા છે. ત્યારે આર્ટ આેફ લિવિંગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે કચરો ભરવા માટેના 35,000 સ્વચ્છતા પાકિટ બનાવવામાં આવ્યા છે. જેનું વિનામૂલ્યે વિતરણ થશે. લોકોને સ્વચ્છતા, શૌચાલય વપરાશ, સેલ્ફ હાઈજીન, રિવર હાઈજીન વગેરે બાબતોથી જાગૃત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના આયોજકો દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL