દુધમાં આ વસ્તુ ભેળવવાથી બીમારી રહેશે હમેશા દુર, જાણો શું છે એ વસ્તુ

May 3, 2019 at 9:10 pm


આપને સૌ જાણીએ છીએ કે દુધમાં ઘણા બધા પોશક્તત્વો રહેલા હોય છે અને દૂધ એ શરીર માટે એક અત્યંત જરૂરી પદાર્થ છે. દૂધ એ આપના શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જો નિયમિત દૂધનું સેવન કરવામાં આવે તો તેના ઘણા ખરા ફાયદા મળી રહે છે તો સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

પરંતુ જો દૂધ સાથે આ વસ્તુ ભેળવવામાં આવે તો તે વધુ ફાયદાકારક નીવડે છે ઉપરાંત તેનાથી ઘણા ખરા રોગનું પણ નિદાન મળી રહે છે. જો દુધમાં આ વસ્તુ ભેળવવામાં આવે તો તેના ફાયદામાં અનેક ગણો વધારો થઇ શકે છે. જો દુધમાં ખસખસ ભેળવવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થઇ શકે છે. ખસખસના બીને એક ગ્લાસ જેટલા દુધમાં ભેળવી તેનું સેવન કરવાથી હાર્ટ અટેક જેવી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

તો સાથે જ દાંત અને હાડકા મજબુત બનાવવા માટે પણ ખસખસના બીની સાથે દૂધની ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેમાંથી મોટી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે.

દુધની અંદર ખસખસના બી નાખવાથી પોટેશિયમ અને અન્ય પોષક તત્વો મળે છે જેના લીધે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ તે ઉપયોગી નીવડે છે.

Comments

comments