દુનિયાની એક અનોખી રેસ : દુલ્હનોએ ગાઉન પહેરીને રસ્તા પર હડી કાઢી…

November 29, 2019 at 10:55 am


Spread the love

આમ તો તમે ઘણી રેસ જોઈ હશે. ઘોડાની રેસ, માણસોની રેસ પણ હાલમાં જ એક નવી રેસ વિશે જાણવા મળ્યું છે. જેમાં દુલ્હનો એકીસાથે દોડી રહી હતી. બેંગકોકમાં ઈઝી રનિંગ ઓફ ધ બ્રાઈડ્સ 8 નામની દુલ્હનોની એક રન પ્રતિયોગિતાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુલ્હનો દોડતી જોવા મળી હતી. આ સ્પર્ધામાં ઈનામો જીતવાની આશામાં બધી દુલ્હન લગભગ 3 કિલોમિટર દોડી હતી. તમને જણાવી દઈએ કે, આ પ્રતિયોગિતામાં જીતવાવાળી દુલ્હનને ઈનામ માટે 99,370 ડોલર એટલે કે લગભગ 71 લાખ 25 હજાર રૂપિયાનો વેડિંગ પેકેજ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઈનામ જીતવા માટે તેમણે તમામ પ્રકારનાં પડકાર ઝીલવાનો પ્રયત્ન કર્યો હતો.