દુનિયાની પ્રથમ ઈન્ડિયા મહિલા ક્રિકેટર જેને વનડેમાં 200 વિકેટ લીધી : ઝૂલન ગોસ્વામી

February 8, 2018 at 1:43 pm


ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બૉલર ઝૂલન ગોસ્વામીએ પોતાના વનડે ઈન્ટરનેશનલ કરિયરમાં એક નવી ઉપલબ્ધિ મેળવી છે. ઝૂલને વનડેમાં 200 વિકેટ લીધી છે. આમ કરનારી તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર છે.પોતાની 166મી મેચ રમી રહેલી 35 વર્ષીય ઝૂલને દક્ષિણ આફ્રિકાની લારા વૂલવાર્ટને આઉટ કરીને 200મી વિકેટ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, પુરુષોમાં ભારત તરફથી સૌથી પહેલા 200 વિકેટ કપિલ દેવે 1991માં લીધી હતી.મે, 2017માં ઝૂલન મહિલા ક્રિકેટની સૌથી સફળ બૉલર બની હતી. તેણે ઓસ્ટ્રેલિયાની કૈથરીન ફિટ્જપૈટ્રિકનો લગભગ એક દશક જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 2007માં તેને ICCની વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે સિલેક્ટ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ગઈકાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ODI મેચમાં ભારતે જીત મેળવી હતી. અત્યારે ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.

Comments

comments