દુબઇમાં સેક્સ રેકેટ: બે ભારતીય સામે રેડ કોર્નર નોટિસ

April 12, 2019 at 10:39 am


મધ્ય પૂર્વના સેક્સ રેકેટમાં બે ભારતીય સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની માગણી સાથેનો પ્રસ્તાવ ફ્રાન્સના ઇન્ટરપોલના મુખ્યાલયમાં મૂકવામાં આવ્યો છે. ત્યાંથી તેમની સામે ઔપચારિક રીતે નોટિસ જાહેર કરાશે. તેઓ બન્ને હાલમાં યુએઇમાં રહે છે. સૂત્રોનું કહેવું છે કે આ પહેલો કેસ હશે જેમાં સેક્સ રેકેટમાં કોઇની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાશે.

શહેરની પોલીસના ક્રાઇમ બ્રાન્ચે એન્થની મચાડો, નાસિર શેખ અને સલીમ કોદારી એમ ત્રણ શકમંદ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ત્રણેય ભારતીય યુએઇમાં હોટેલનો બિઝનેસ ધરાવે છે.

જ્યાં દેખાય ત્યાં ધરપકડ કરવા માટે પહેલાથી તેમની સામે દેશના દરેક ઍરપોર્ટ પર નોટિસ જાહેર કરાઇ છે. હાલમાં એન્થની અને સલીમ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ગયા વર્ષે શહેરની પોલીસ પાસે આવેલી ફરિયાદ બાદ સેક્સ રેકેટનો પદર્ફિાશ થયો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની એક 24 વર્ષીય પરિચિતને દુબઇથી પાછી લાવવા માટે પોતાને રૂ. બે લાખ ભરવાની ફરજ પડી હતી. એક ટૂર એજન્ટે તેને ઘરેલું કામની નોકરીનું કહીને દુબઇ મોકલાવી હતી, પરંતુ ત્યાં તેને દેહવ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ઓક્ટોબરમાં મોહમ્મદ શેખ, ફરિદ-ઉલ-હક ઉર્ફે ટિપુ અને જોબ પ્લેસમેન્ટ એજન્ટ ટિંકુ રાજ એમ ત્રણ આરોપીની ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ કબૂલ કર્યું હતું કે તેમના સહયોગીઓ દુબઇમાં છે અને મહિલાઓના પાસપોર્ટ જપ્ત કરીને તેમને દેહવ્યવસાયમાં ધકેલવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં દુબઇમાં 52 મહિલાને મોકલવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL