દેરડીકુંભાજી પાસે બસ પર પથ્થરમારાની ઘટનાનું કારણ શોધવું પોલીસ માટે પડકારજનક

September 12, 2018 at 11:27 am


ગાેંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામ થી કુકાવાવ રોડ પર 66 કેવી સબ સ્ટેશન પાસે એસટી બસ 18 8219 ના ચાલક જયેશકુમાર હીરદાસભાઈ ગાેંડલીયા રાત્રીના 10ઃ30 વાગ્યાના સુમારે બસ લઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે કેટલાક અજાÎયા શખ્સોએ બસ પર પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખતા તાલુકા પોલીસમાં ફરિયાદ નાેંધાવતા પીએસઆઇ જે.બી મીઠાપરા એ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કાેંગ્રેસ દ્વારા બંધનું એલાન પણ અપાયું હતું ત્યારે ખરેખર શું કોઇ કાેંગ્રેસી દ્વારા રાત્રિના બસ રોકી પથ્થરમારો કરવામાં આવ્યો છે કે અન્ય કોઈ ટીખળખોરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે ડ્રાઇવર દ્વારા લખાયેલ પોલીસ નિવેદનમાં પથ્થરોની બનાવવામાં આવી હતી અને બાદમાં સાઈકલ પર કેટલાક શખ્સો ધસી આવ્યા હતા તેઆે ઉલ્લેખ કરાયો છે પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરાઈ છે સાથે તાલુકાનું દેરડી કુંભાજી ગામ પાટીદાર ઇફેક્ટ ગામ ગણાતું હોય હાદિર્ક પટેલના ઉપવાસને લઈ અનેક કાર્યક્રમો પણ અહી પાટીદારો દ્વારા કરવામાં આવ્યા છે. હાદિર્ક પટેલ દ્વારા પણ અવારનવાર દેરડી કુંભાજી ગામની મુલાકાત લેવામાં આવતી હોય છે ત્યારે પોલીસ માટે બસ પર હુમલાનું કારણ શોધવું ચેલેન્જ સમાન થઇ જવા પામ્યું છે.

દેરડી કુંભાજી પાસે બસ પર હુમલો થયો ત્યારે પેસેન્જરોમાં બૂમાબૂમ મચી

દેરડી કુંભાજી પાસે રોડ પર પથ્થરોની આડશ ઊભી કરી કેટલાક શખ્સો દ્વારા રાજકોટ બગસરા રુટ ની એસટી બસને રોકવામાં આવી અને મોટર સાયકલ પર રસી આવેલા શખ્સોએ પથ્થરમારો કરતા બસમાં બેઠેલા 14 જેટલા મુસાફરો માં ધૂમ મચી જવા પામી હતી પથ્થરમારો થાંભતા ડ્રાઇવર દ્વારા પોલીસ મથકે જાણ કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments