‘દેર આયે દૂરસ્ત આયે’: વડાપ્રધાનપદની લાલસા નથી તેવી જાહેરાત કરવામાં રાહુલે મોડું કર્યું

August 27, 2018 at 5:20 pm


2019ની આવી રહેલી લોકસભાની ચૂંટણી દેશમાં અત્યારથી જ નવા-નવા રાજકીય દાવપેંચ, નિવેદનો અને હલચલ ગતિશીલ કરી રહી છે. એનડીએની સરકાર ફરીવાર સત્તા પર આવવા માટે શકય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે અને સામે વિપક્ષના મહાગઠબંધનની ધાર હજુ બુઠ્ઠી થયેલી દેખાય છે. મુખ્ય વિપક્ષ કાેંગ્રેસ એટલી સ્ટ્રાેંગ સ્થિતિમાં નથી કે એનડીએને કે પછી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને ડાયરેકટ પડકાર ફેંકીને તેમાંથી અપેક્ષિત રિઝલ્ટ મેળવી શકે. કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમનામાં હજુ એટલો જોમ-જુસ્સો કે પરિપકવતા કે પછી સંગઠનને કામે લગાડવાની કે ગોઠવણ કરવાની ક્ષમતા દેખાતી નથી.
2019ની આ વખતની લોકસભાની ચૂંટણી આમ જોઈએ તો ઘણા બધા પોઈન્ટને લીધે રસપ્રદ રહેશે અને સૌથી મોટો મુદ્દાે એ છે કે, વડાપ્રધાન પદ તરફ કોની કોની નજર છે અને કોણ આગળ છે જો કે નરેન્દ્ર મોદી અત્યારે દેશની જનતાની પસંદ છે અને આગામી ચૂંટણીમાં પણ જનતા એમને જ વડાપ્રધાનપદે જોવા માગે છે તેવા સર્વે થઈ ગયા છે. આવી સ્થિતિમાં વિપક્ષી મહાગઠબંધન ગમે તેમ કરીને ચૂંટણી જીતવા માગે છે પરંતુ વડાપ્રધાન બનવાની તમન્ના એક નહી અનેક નેતાઆેને છે. રાહુલ ગાંધીએ કોઈની સલાહ લઈને ખુબ જ મહત્વની જાહેરાત કરી છે કે પોતે અત્યારે વડાપ્રધાનપદની રસમાં નથી અને પોતાને આ પદ લેવાની અત્યારે કોઈ ઈચ્છા નથી. રાહુલ ગાંધીના આ બયાનથી વિપક્ષી મહાગઠબંધન વધુ મજબૂત બનશે અને વધુ પાંખો ફેલાવશે તેવી અપેક્ષા રાખી શકાય. ગમે તેમ કરીને પહેલાં ચૂંટણી જીતી લેવી અને ત્યારબાદ વડાપ્રધાન પદ માટે બાજવું તેવી સ્ટ્રેટેજી પર વિપક્ષી મહાગઠબંધન આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીએ સમયસર આ જાહેરાત કરી છે અને તેઆે વહેલાસર આ વાત સમજી ગયા છે તે વાતનો સંતોષ છે. વડાપ્રધાન થવા માટે હજુ રાહુલ ગાંધીને ઘણોબધો અનુભવ, પરિપકવતા અને દૂરંદેશીની જરૂર છે જે હજુ એમનામાં સંપૂર્ણ રીતે દેખાતી નથી. હજુ એમને તૈયાર થવામાં ઘણો સમય લાગી શકે એમ છે. કાેંગ્રેસ પાસે પોતાના કોઈ સ્વર્ગસ્થ નેતાના નામે ચૂંટણી જીતવાનો વિકલ્પ પણ નથી. જ્યારે ભાજપ પાસે આ વખતે આ વિકલ્પ છે. અટલબિહારી વાજપેયીની જબરદસ્ત લોકપ્રિયતા દેશના તમામ વર્ગોમાં રહી છે ત્યારે એમના અવસાન બાદ એમના પ્રત્યેની સીમ્પથીને ભાજપ તરફ વાળવાનો પ્રયાસ અત્યારે દેખાઈ રહ્યાે છે. ભાજપને આ કામમાં કેટલી સફળતા મળે છે તે જોવું પણ રસપ્રદ બનશે.
રાહુલ ગાંધીએ આ વાત પહેલાંથી જ સમજી લેવાની જરૂર હતી પરંતુ એમને મોડી મોડી લાઈટ થઈ છે અથવા તો કોઈ પરિપકવ સલાહકારે એમને આવી જાહેરાત કરવાની સલાહ આપી હોય તેવું દેખાય છે. રાહુલ ગાંધીએ નિષ્ઠાપૂર્વક એ વાત સમજી લેવાની જરૂર છે કે વિપક્ષી મહાગઠબંધનમાં એવા ઘણા બધા ટોચના નેતાઆે છે જે વડાપ્રધાનપદ માટે લાયક છે અને એમને આેવરટેઈક કરીને રાહુલ વડાપ્રધાન બનવાની ટ્રાય કરશે તો આ શંભુમેળો પલભરમાં વિખાઈ જશે. રાહુલ હજુ ચૂંટણી જીતવાનું મિકેનિઝમ પણ ગોઠવી શકતા નથી. અનેક રાજ્યોમાં એમને ચૂંટણીમાં ભયંકર પછડાટો મળી છે. પ્રથમ તો એમણે વડાપ્રધાનપદ તરફ નિશાન રાખવાના બદલે પાર્ટીને ચૂંટણીમાં કેવી રીતે જીત અપાવવી તેના તરફ સંપૂર્ણ શિક્ત કામે લગાડવી જોઈએ. જો આ પરીક્ષામાં તેઆે પાસ થઈ જાય તો તેઆે આગળ વધી શકે છે અને તો એમને બીજા અનેક પક્ષોનો ટેકો પણ મળી શકે છે.
અત્યારે લગભગ બધા રાજકીય પક્ષો અને ખાસ કરીને વિપક્ષી દળો એવું જ ગણિત માંડતા હશે કે રાહુલ ગાંધી અપેક્ષા મુજબ સીટો અપાવી શકે એમ નથી. એમની રાજકીય પહાેંચ એટલીબધી હજુ નથી માટે એમના માર્કસ આેછા આકવામાં આવે છે. આ હકિકતની અનુભૂતિ રાહુલ ગાંધીને થઈ ગઈ હોય તેવું લાગે છે અને તે ખુબ સારી વાત છે. 2019ની ચૂંટણીનો જંગ વધુ ધારદાર અને વધુ રસપ્રદ બનશે તેમાં પણ કોઈ શંકા નથી.

Comments

comments

VOTING POLL