દેવાળિયા થવાની અણી પર ઉભેલી જીએસપીસી અંગે કોંગ્રેસે મોદીની કાઢી ઝાટકણી

August 28, 2018 at 11:28 am


કોંગ્રેસે ગુજરાત સરકારની કંપ્ની જીએસપીસીના દેવાળિયા થવાની હાલતમાં પહોંચવાને મોટું કૌભાંડ ગણાવી મોદી સરકાર ઉપર ટીકાના બાણ વરસાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે જીએસપીસી અને અમુક ખાનગી વીજળી કંપ્નીઓને દેવાળિયા પ્રક્રિયાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના જાહેરનામાને અદાલતમાં પડકારી આરબીઆઈની સ્વાયતત્તાના અંતિમ સંસ્કાર કરી રહી છે.
કોંગ્રેસ કોર ગ્રુપ્ના સભ્ય અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે જીએસપીસીના તેલ બ્લોક શોધમાં 20 હજાર કરોડનો ગોટાળો થયો છે. કેગના 2015 અને 2016ના બન્ને રિપોર્ટ બતાવે છે કે જીએસપીસીએ તેલ અને ગેસ ભંડારની શોધ માટે 15 બેન્કો પાસેથી 20 હજાર કરોડ કરજ લીધું હતું પરંતુ કૃષ્ણા-ગોદાવરી બેસીનમાં તેલ કે ગેસ મળ્યા નહોતા. તેમણે કહ્યું કે તેનાથી વિપરિત 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઈને ગુજરાતના નળમાં પાણીની જગ્યાએ તેલ નીકળવા જેવા મોટા મોટા દાવા કરી તેનું નામ પંડિત દિનદયાલ તેલ ગેસ ભંડાર રાખ્યું હતું. હવે 13 વર્ષ બાદ તેલ નીકળવાનું તો દૂર જીએસપીસી દેવાળિયા થવાની કગાર પર છે. જયરામ રમેશના જણાવ્યા અનુસાર જીએસપીસી વિરુદ્ધ બેન્કોની દેવાળિયા કાર્યવાહી શ થવું મોદી માટે કલંક હશે એટલા માટે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયા રોકવાની ભરપૂર કોશિશ કરી રહી છે. તેમાં રિઝર્વ બેન્કની સ્વાયતત્તાની બલી ચડાવવાથી પણ સરકાર અચકાશે નહીં. 70 વર્ષમાં પહેલી વખત રિઝર્વ બેન્કના સરક્યુલરને અલ્હાબાદ હાઈકોર્ટમાં કંપ્નીઓના પક્ષમાં ખોટી ગણાવી કેન્દ્ર સરકારે દેશની ટોચની બેન્કની સ્વાયતત્તા પર નોટબંધી બાદ બીજી વખત પ્રહાર કર્યો છે.

Comments

comments