દેશના નાના વેપાર ધંધાના હિત માટે વડાપ્રધાનનો મોટો નિર્ણય

November 7, 2019 at 11:38 am


આર સી ઈ પી એટલે કે દસ આસિયાન દેશો અને ચીન ભારત જાપાન કોરિયા આેસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રસ્તાવિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હાલ તુરત હસ્તાક્ષર થયા નથી. બેંગકોકમાં તમામ દેશોએ એક અવાજે એવી ઘોષણા કરી હતી કે વાતચીત ટ્રેક ઉપર છે અને જે કોઈ થોડા ઘણા સવાલો કે સંદેહ રહી ગયા છે આગળના સમયમાં િક્લયર થઈ જશે.
પરંતુ આ સમજૂતી માટે નિકટના ભવિષ્યમાં પોઝિટિવ વાતાવરણ બનવું આસાન નહિં હોય કારણ કે તેમાં ઘણા બધા પ્રશ્નો છે અને તે બધા ગંભીર પ્રકારના છે.
કેવળ એશિયા-પ્રશાંત ક્ષેત્રના 16 દેશો જ નહી બલ્કે સમગ્ર દુનિયા માટે આ પ્રસ્તાવિત સમજૂતી ઐતિહાસિક વળાંક સાબિત થઈ શકે છે. દુનિયાની અડધી વસ્તી અને એક તૃતિયાંશ થી વધુ અર્થવ્યવસ્થા ને ખુદ પોતાના માં જ સમેટાઈ જવાની ક્ષમતા આ સમજૂતી મા છે. પરંતુ તેની બીજી બાજુ ભારત અને અનેક અન્ય દેશોમાં સસ્તા ચીની માલ-સામાનનું પુર આવી શકે છે.
આ પ્રકારનું જોખમ અત્યારના વાતાવરણમાં કોઇ દેશ ઉઠાવવામાં આવતો નથી બધા જ દેશો ખતરાને સમજી ગયા છે પરંતુ આગળ વધીને તેને અવાજ દઈને ના કહેવાની હિંમત ભારતે જ બતાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વેપાર-ઉદ્યાેગ ની રક્ષા કરવા માટે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે અને તેનાથી કરોડો લોકોને રાહત મળી છે.
નવેમ્બર 2012માં આ સમજૂતી પર આૈપચારિક વાતચીત શરુ થઈ હતી અને પાછલા સાત વર્ષોમાં સહમતી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. પરંતુ પાછલા કેટલાક મહિનાઆેમાં અમેરિકા અને ચીન વચ્ચે ગતિ પકડી ગઈ હતી ત્યારબાદ ચીનને આ સમજૂતીની જરુરત વધારે લાગી હતી.
આવડા મોટા ટ્રેડ બ્લોકમાં સામેલ થઈને મુક્ત વ્યાપારની ફાયદો કોણ ઉઠાવવા નહી માગેં પરંતુ તે પહેલા ચીન સાથે ભારતના વિશાળ વ્યાપાર ખાદ સાથે જોડાયેલી ચિંતાઆેનું સમાધાન પણ જરુરી છે.
આમ પણ આ બધા પાડોશી દેશો પાસેથી બેરોકટોક માલ ભારત આવવા લાગે તો ભારતના પોતાના ઘરેલુ ઉદ્યાેગ-ધંધા પ્રધાન વિપરીત
અસર કરી શકે છે. એટલું જ નહી બલકે ખેતી અને કિસાન સાથે જોડાયેલી બહુસંખ્યક વસ્તી ના જીવનમાં પણ સમસ્યાઆે વધી જશે તેમાં કોઈ શંકા નથી.
આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશની અંદર આ સમજૂતીની વિરુÙમાં વિવિધ સ્તરો પર વિરોધ શરુ થયા હતા. કોઈપણ લોકતાંત્રિક સરકાર જન ભાવનાથી અલગ રહી શકે નહી અને એજ રીતે રાષ્ટ્રીય હિતોની અવગણના પણ કરી શકે નહી.
સ્વાભાવિક રુપથી જ ભારત સરકારે બેન્કોમાં બેઠક દરમિયાન ઉતાવળે બનાવવામાં આવી રહેલા દબાણ ની પરવા નહી કરીને પોતાની આશંકાઆે ખુંી રીતે વ્યક્ત કરવાનું સાહસ બતાવ્યું છે અને એમ પણ કહ્યું છે કે આ સમજૂતી માં આગળ વધતા પહેલા જરુરી સમસ્યાઆે પર આશ્વાસન મળવા જરુરી છે.
અનેક એવી વસ્તુઆે છે જેના પર ડéૂટી આેછી કરવા માટે ભારત તૈયાર નથી. સમજૂતી ની ઉતાવળ દેખાડી રહેલા ચીન અને મલેશિયા જેવા દેશોને આ ગમ્યું નથી અને તેમાંથી કેટલાક દેશોએ ખુલીને પોતાની નારાજી જાહેર કરી હતી.
પરંતુ આ મંત્ર સાથે જોડાયેલા બાકી દેશ ભારત જેવી એશિયાની ત્રીજા નંબરની અર્થવ્યસ્થા અને વિશાલ બજારને છોડીને આગળ વધવામાં કોઈ ફાયદો જોતા નથી.
આ સમજૂતી નું મહત્વ અથવા ઉપયોગીતા નો કોઇ ઇન્કાર કરી શકે એમ નથી પરંતુ તેને એક નક્કર અને સર્વ સ્વીકાર્ય આકાર આપવો જોઈએ બધા જ દેશોના ફાયદામાં હોય ત્યારે જ આકાર આપી શકાય એમ છે સાથોસાથ કોઈ દેશ માટે કોઈ નવી સમસ્યા પેદા ન થાય તે જોવું પણ જરુરી છે.
ર એટલા માટે જ ભારતે હિંમત કરીને આ મંચ પર પ્રસ્તાવિત સમજૂતી ના બધા પાસાને ને જોઈને તેના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે અને આ પગલું અન્ય દેશો માટે પણ પ્રેરક બન્યું છે.
ચીનને ભારતના ઇન્કારથી થોડી બેચેની થઈ છે પરંતુ અન્ય દેશો પણ ભારતના વલણની સાથે ઉભેલા દેખાય છે.
દેશના વ્યાપાર ધંધા ઉદ્યાેગની રક્ષા કરવી તે દરેક લોકતાંત્રિક સરકારની ફરજ છે અને ફરજ બજાવવા મા કોઈની શેહશરમ નરવી જોઈએ નહી અને વડાપ્રધાને કોઈની પણ શરમ રાખ્યા વગર રાષ્ટ્રહિત ને નજરમાં રાખીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે માટે આપણે તેમને. અભિનંદન આપવા જ જોઇએ

Comments

comments