દેશના સૌથી ‘અમીર’ પક્ષ તરીકે બસપા પ્રથમ અને સપા બીજા ક્રમે

April 15, 2019 at 10:38 am


બહજન સમાજ પાર્ટી (બસપા) પાસે તમામ રાજકીય પક્ષોની તુલનામાં સૌથી વધુ બેન્ક બેલેન્સ હોવાનો ખુલાસો થયો છે. આ જાણકારી સત્તાવાર રેકોર્ડના આધારે જાહેર કરવામાં આવી છે. બસપાએ 25 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને જે એક્સપેન્ડીચર રિપોર્ટ સોંપ્યો છે તેના અનુસાર તેના દિલ્હી-એનસીઆર સ્થિત આઠ સાર્વજનિક ક્ષેત્રના બેન્ક એકાઉન્ટમાં 699 કરોડ રૂપિયા જમા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ લગભગ ખાલી હાથે જ રહ્યો હતો.

બસપાએ જાહેર કર્યું છે કે તેની પાસે 95.54 લાખ રૂપિયાની રોકડ છે. આ રિપોર્ટ પક્ષોની જાહેર આવકના આધાર પર તૈયાર કરાયો છે. બસપાની સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટી બીજા સ્થાને આવે છે. તેના બેન્ક એકાઉન્ટોમાં કુલ 471 કરોડ રૂપિયા જમા છે. પાછલા વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષની બેન્કમાં જમા રકમ 11 કરોડ રૂપિયા ઘટી ગઈ હતી.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. તેના બેન્ક એકાઉન્ટમાં 196 કરોડ રૂપિયા છે. જો કે આ જાણકારી પાછલા વર્ષે બે નવેમ્બરે કણર્ટિક વિધાનસભા ચૂંટણીના સમાપ્ન બાદ પંચને આપવામાં આવેલી જાણકારી પર આધારિત છે. પક્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી જીત બાદ પોતાના બેન્ક એકાઉન્ટમાં રહેલી રોકડ રોકડની વિગતને અપડેટ કરી નથી.

ચોથા નંબરે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના બેન્ક એકાઉન્ટમાં રહેલી રકમ 107 કરોડ રૂપિયા છે. ભાજપ પાંચમા સ્થાને છે અને તેના બેન્ક એકાઉન્ટોમાં 82 કરોડ રૂપિયા છે. ભાજપે દાવો કર્યો છે કે તેણે 2017-18માં કમાયેલા 1027 કરોડના ફઠડમાંથી 758 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે જે કોઈ પણ પક્ષ દ્વારા ખચર્યિેલી રકમની સૌથી વધુ છે.

સપાનું કહેવું છે કે તેના 11 કરોડ રૂપિયા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ચાર રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ખર્ચ થઈ ગયા છે. બીજી બાજુ બસપાનું કહેવું છે કે તેણે વિધાનસભા ચૂંટણી દરમિયાન 24 કરોડ રૂપિયા એકત્ર કયર્િ હતાં જેના કારણે તેના બેન્ક એકાઉન્ટમાં રહેલી રકમ 665 કરોડમાંથી 670 કરોડ રૂપિયા થઈ જવા પામી છે.

Comments

comments

VOTING POLL