દેશના 5,600 ડેમની સુરક્ષા માટે બનશે કાયદોઃ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

July 18, 2019 at 10:44 am


Spread the love

કેન્દ્રીય કેબિનેટે નેશનલ ડેમ સેãટી બિલ 2019 ને લાગુ કરવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. કેબિનેટની મંજૂરી બાદ હવે નેશનલ ડેમ સેãટી આેથોરિટીને 5,600 ડેમને નિયંત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે દેશમાં ડેમ સેãટી બિલ પણ આવશે. દેશમાં 5 હજાર બાંધ બનેલા છે, અને 4 હજાર 700 જેટલા બાંધ નિમાર્ણાધીન છે. પરંતુ આશરે 10 હજાર બાંધોની સુરક્ષા માટે કાયદો નથી બન્યાે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર ડેમ સેãટી પર કાયદો બનાવવામાં આવી રહ્યાે છે. આના માટે આખી નિયમાવલી નક્કી કરવામાં આવી રહી છે. હવે આના માટે પણ જવાબદારીઆે નક્કી કરવામાં આવશે.

ડેમ માટે પહેલીવાર કાયદો બનાવવામાં આવશે. કેટલાક બાંધ 100 વર્ષ જૂના છે, તો કેટલાકે 50 વર્ષની ઉંમર વટાવી દીધી છે. આના માટે દરેક બાંધની દેખરેખ, તપાસ અને નિયમિત કરવાની પ્રqક્રયા પૂર્ણ કરવામાં આવશે. દરેક બાંધના નિમાર્ણ માટે વિશેષજ્ઞોની જાણકારી લેવામાં આવશે. સાથે જ બાંધોના મેન્ટેનન્સ માટે પણ સંસ્થાગત કામ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહારાષ્ટ્રના તિવરે ડેમનો ઉલ્લેખ કર્યો. તવરે ડેમ તૂટવાના કારણે 14 લોકોના મોત થયાં અને ઘણા લોકો લાપતા પણ થઈ ગયાંં હતા. તેમણે કહ્યું કે દેશમાં ઘણાં ડેમ અત્યાર સુધીમાં તૂટéા છે જેમાં હજારો લોકોના મોત થયાં છે. આ વ્યવસ્થા દ્વારા દેશમાં ડેમો પર નજર રાખવામાં આવશે.