દેશની ઈ-કોમર્સ કંપનીનાં ખાતાઓની તપાસની હિલચાલ

August 8, 2018 at 11:31 am


Spread the love

જીએસટી હેઠળ રચાયેલ નફાખોરી વિરોધી પેનલ હવે સક્રિય થશે. આ પેનલે ઈ-કોમર્સ કંપનીઆેના ખાતાઆેની તપાસ કરવાની જરૂરિયાત દશાર્વી છે અને આડકતરા વેરા વિભાગના વડાને પત્ર લખ્યો છે.
આ પહેલા નફાખોરી વિરોધી બોડીએ ફલીપકાર્ડના કેસના આધાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઆેની તપાસ કરવાની ભલામણ કરી હતી.
બોડીએ ફલીપકાર્ડને 7500 જેટલા કેસોમાં રીફંડ દેવાના સટિર્ જારી કરવાની સૂચના આપી છે. દેશના સમગ્ર ઈ-કોમર્સ ઉદ્યાેગની તપાસ કરવાની જરૂર છે તેવી ભલામણ થઈ છે.
જો કે, સરકારી ખાતાઆેમાં પણ આ મુદે મતભેદો છે. કેટલાંક વિભાગે આવી તપાસ કરવાનો ઈનકાર કર્યો છે.
ટૂંક સમયમાં જ દેશની તમામ ઈ-કોમર્સ કંપનીઆેના ખાતાઆેની તપાસ થશે તેવું લગભગ નિશ્ચિત છે.