દેશની ઈ-કોમર્સ નીતિનો ડ્રાફટ ફગાવતું નીતિ પંચ

August 21, 2018 at 11:20 am


દેશની ઈ-કોમર્સ પોલિસીનો ડ્રાફટ નીતિ પંચને ગમ્યો નથી અને તેમાં વ્યાપક સુધારા કરવાની ભલામણ કરી છે. નીતિ પંચે વાંધો લીધા બાદ સરકાર જાગી છે અને નવેસરથી હવે ડ્રાફટ બનશે.
ડ્રાફટ નીતિ પંચને મોકલાયા બાદ તેનો ગહન અભ્યાસ કરીને નીતિ પંચે એવો અભિપ્રાય આપ્યો છે કે, આ નીતિથી સ્ટાર્ટઅપ્ને રોકાણકારોને કે વિકાસ દરને કોઈ પ્રોત્સાહન જ મળતું નથી.
બીજી મોટી ખામી એ છે કે, ઈ-કોમર્સ પોલીસીના આ ડ્રાફટથી નોકરીઓ પેદા થવાની કોઈ સંભાવના દેખાતી નથી તો પછી આવી નીતિ શું કામની?
દેશમાં ઈ-કોમર્સ એટલે કે, ઓનલાઈન વેપાર અને ખરીદીની મારકેટને જોમ આપવા માટે ચુસ્ત છતાં અર્થતંત્ર માટે સહાયક નીતિની જર છે.
નીતિ પંચે કેન્દ્ર સરકારને નારાજીવાળો પત્ર લખીને આ ડ્રાફટને ઠુકરાવી દીધા બાદ હવે નવેસરથી નવો ડ્રાફટ બનાવવામાં આવશે.
દેશમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો આકાર પાછલા ચાર વર્ષોમાં ત્રણગણો વધી ગયો છે. આ ક્ષેત્ર 1 લાખ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગાર આપે છે.
આ માટે સરકારે એક સમિતિ બનાવી હતી જેને ઈ-કોમર્સ ક્ષેત્ર માટે ડ્રાફટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પરંતુ સરકારની જ મુખ્ય થીન્ક ટેન્ક નીતિ પંચ આ ડ્રાફટથી નારાજ છે અને હવે નવેસરથી બધી કાર્યવાહી કરવાની ફરજ પડશે.

Comments

comments

VOTING POLL