દેશની સૌથી ‘સુંદર’ સાંસદ!: મિમી ચક્રવર્તીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ

May 27, 2019 at 10:59 am


લોકસભા ચૂંટણી 2019 જીતીને 17મી લોકસભાનો ભાગ બનેલી પશ્ચિમ બંગાળની મિમી ચક્રવતીની સોશિયલ મીડિયા પર ખુબ ચચર્િ થઈ રહી છે. તેને સૌથી સુંદર સાંસદ બતાવવામાં આવી રહી છે. અસલમાં રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક ફિલ્મ અભિનેત્રી રહી છે. આ વર્ષે પણ તેની બે ફિલ્મ રીલિઝ થવા તૈયાર છે.

મિમી ચક્રવર્તીને આ વખતે મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકીટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. મિમીએ પશ્ચિમ બંગાળની જાદવપુર સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. મિમીએ જાદવપુર સીટ પરથી 47.91 ટકા વોટ શેર સાથે કુલ 688472 વોટ મેળવ્યા. જ્યારે તેના વિરોધી બીજેપીના ઉમેદવાર અનુપમ હજારેને 27.37 ટકા વોટ શેર સાથે કુલ 393233 વોટ મળ્યા.

મિમીએ પોતાના વિરોધીઓેને ત્રણ લાખ વોટના અંતરથી હરાવ્યા. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેની પર વિરોધીઓએ ઘણા પ્રચાર પ્રહાર કયર્િ હતા, એક વીડિયો પણ વાયરલ થયો હતો. મિમી એક પ્રોફેશનલ ફિલ્મ અભિનેત્રી છે. તેણે સ્કિનને લઈ સચેત રહેવું પડે છે. પરંતુ પ્રચારમાં તેણે શરીરનું બહુ ધ્યાન ન આપ્યું. તે સમયે મિમી દ્વારા ભરવામાં આવેલા એક પગલાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. આ મામલો હેન્ડ ગ્લોઝ પહેરી લોકોને હાથ મિલાવવાનો હતો. વાયરલ વીડિયો એટલો ફેલાયો કે, તેણે તેની સ્પષ્ટતા કરવી પડી હતી.

જોકે, આ વીડિયોનો વધારે પ્રભાવ ન પડ્યો. દેશમાં મોદી લહેર હોવા છતા મિમીએ સારા એવા મતથી જીત મેળવી. તેણે અભિનય કરિયરની શરૂઆત 2008માં શરૂ કરી હતી. પરંતુ ટીવી સિરીયલ ગનેર અપોરથી વધારે ક્યાતી પ્રાપ્ત થઈ.

Comments

comments

VOTING POLL