દેશની 34 વીજ કંપનીઓ પર દેવાળિયા થવાનો ખતરો

August 28, 2018 at 11:23 am


દેશની બેન્કીગ સિસ્ટમાં ફસાયેલા કરજ (એનપીએ)ના કચરાને સાફ કરવાની ભારતીય રિઝર્વ બેન્કની ઝુંબેશને કેટલી સફળતા મળે છે તે તો આવનારો સમય બતાવી દેશે પરંતુ અત્યારે આ સમસ્યા વધુ ગુંચવાતી નજરે પડી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે બેન્કનું કરજ નહી ચૂકવનારી વીજળી કંપનીઆેને વધુ રાહત આપવાથી સાફ ઈનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણય બાદ તેમાંથી દોઢ ડઝન કરતાં વધુ વીજ કંપનીઆેને દેવાળિયા જાહેર કરવા માટે નેશનલ કંપની લો-ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં કેસ દાખલ કરાવી શકે છે. આમ તો કોર્ટમાં 34 કંપનીઆે ગઈ હતી. કેન્દ્ર સરકાર આખા મામલા પર બાજનજર રાખીને બેઠી છે. ગુંચવાડાનો ઉકેલ લાવવા માટે સરકાર, બેન્કો અને આરબીઆઈ વચ્ચે વિચાર-વિમર્શ ચાલી રહ્યાે છે.
આરબીઆઈએ 12 ફેબ્રુઆરી-2018માં એક સખત દિશા-નિર્દેશ આપ્યો હતો જે પણ કંપની 180 દિવસ સુધી કરજ ન ચૂકવે તેના વિરુÙ નવા ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ દેવાળિયા પ્રક્રિયા શરૂ થવી જોઈએ. આ નિયમના દાયરામાં અનેક ઉદ્યાેગ ક્ષેત્રની કંપનીઆે આવી ગઈ છે. તેના દાયરામાં વીજક્ષેત્રની 34 કંપનીઆે પણ આવી ગઈ છે. તેના વિરુÙ દેવાળિયા પ્રક્રિયા શરૂ થવાનો ખતરો હતો. તેમાંથી મોટાભાગની કંપનીઆેના પ્રાેજેક્ટ કોલસો અને ગેસ નહી મળવા અથવા ઉત્પાદિત વીજળીના ખરીદાર નહી મળવાને કારણે અધૂરી પડી છે. 40 હજાર મેગાવોટ ક્ષમતાની આ કંપનીઆે પર બેન્કોના 1.77 લાખ કરોડ રૂપિયાનું કરજ બાકી છે. આરબીઆઈના દિશા-નિર્દેશ વિરુÙ ઉત્તર પ્રદેશની અમુક વીજ કંપનીઆેએ અલ્હાબાદ હાઈકોર્ટ પાસે રાહતની માગણી કરી હતી. 34માંથી 26 કંપનીઆે હાઈકોર્ટના શરણે આવી હતી. તેમાંથી ત્રણ ઉત્તરપ્રદેશની હતી જેના ઉપર 14000 કરોડ રૂપિયાનું કરજ બાકી છે. સરકાર અને બેન્કોને પણ આશા હતી કે કોર્ટ વીજક્ષેત્રની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી રાહત આપશે પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ સુણાવી દીધું હતું કે આ વીજ કંપનીઆેને આરબીઆઈના નિયમથી અલગ રાખી શકાય તેમ નથી.

Comments

comments

VOTING POLL