દેશભરમાં ઈદની ઉજવણી: રાષ્ટ્રપતિ-વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છાઓ

June 5, 2019 at 10:37 am


દેશભરમાં ઈદ ઊજવવામાં આવી રહી છે. આજે સવારથી જ દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકો ખાસ નમાજમાં ભાગ લઇ રહ્યાં છે. સેવૈયા અને માવાની દુકાનો પર સવારથી રોનક દેખાઇ રહી છે. ખાસ કરીને બાળકો પર ઈદનો ખુમાર છવાયેલો છે. બાળકો નવા કપડા પહેરી ઈદગાહ પર પહોંચી રહ્યાં છે. નમાજ બાદ તેઓ રમકડા અને મિઠાઇની દુકાનો પર જતા જોવા મળી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, પવિત્ર રમઝાન મહિનાના અંતે, આ તહેવાર દાન, ભાઈચારા અને દયાના વિશ્વાસને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે, આ દિવસે, આપણે પોતાને શાશ્વત મૂલ્યો સમર્પિત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાને પણ ઈદની શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે, ઈદના આ પ્રસંગે જૂની દિલ્હીમાં ચૂડીવાલાનની હૌઝ મસ્જિદમાં સવારે 5 વાગ્યે 45 મિનિટ પર ખાસ નમાજ અદા કરવામાં આવી છે.

Comments

comments