દેશભરમાં બકરી-ઇદની ઉજવણી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાઆે

August 22, 2018 at 11:26 am


આખા દેશમાં આજે મુિસ્લમ સમુદાયના લોકો ઇદ-ઉલ-અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યાે છે. ઇદ-ઉલ-અઝહાને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. આ તહેવાર મુિસ્લમ સમુદાયનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે. બકરી ઇદના દિવસે મુિસ્લમ સમુદાયના લોકો સવારે મિસ્જદમાં નમાજ અદા કરીને બકરાની કુરબાની આપે છે. દિલ્હીની જામા મિસ્જદ પર સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાજ અદા કરી. નમાજ અદા કર્યા બાદ ગળે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવી.
દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટિંટર પર દેશવાસીઆેને ઇદની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટિંટર લખ્યું છે કે ‘ઇદ-ઉલ-જુહાના અવસર પર બધા દેશવાસીઆેને ખાસકરીને આપણા મુિસ્લમ ભાઇઆે અને બહેનોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. આ વિશેષ દિવસ આપણે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવાનો છે. આવો આપણે સમાવેશ સમાજમાં એકતા અને ભાઇચારા માટે મળીને કામ કરીએ.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇદ-ઉલ-અઝહા પર પ્રદેશવાસીઆેએ શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇદ-ઉલ-અઝહાનો તહેવાર બધાને હળીમળીને રહેવા તથા સામાજિક સદભાવના બનાવી રાખવાની પ્રેરણા પુરી પાડે છે. તેમણે બકરી ઇદનો તહેવાર શાંતિ અને પરસ્પર સદભાવના સાથે મનાવવાની અપીલ કરી.

Comments

comments

VOTING POLL