દેશભરમાં રેલવેની નવી 200 લાઈનો

August 2, 2018 at 11:05 am


ભારતીય રેલવે દેશભરમાં રેલ નેટવર્કને વિસ્તારવામાં લાગી ગઈ છે. દરેક રાજ્યમાં રેલ લાઈનોના વિસ્તરણ સંબંધી આંકડા સંસદમાં રજૂ થયા છે. રેલવે ખાતાના રાજ્યમંત્રી રાજેશ ગોહેન દ્વારા આ માહિતી અપાઈ હતી. એમણે કહ્યું હતું કે, ગુજરાતમાં 4 નવી લાઈનો સહિત દેશભરમાં 200 નવી લાઈનો નાખવામાં આવી રહી છે.

રેલવે બજેટમાં નવી લાઈનો બનાવવાનો નિર્ણય થયો હતો. આ માટે રાજ્ય સરકારોના વિભિન્ન વિભાગોની મંજૂરીની જરૂર છે. જમીન સંપાદન વન અને વન્ય જીવન જેવી કાયદેસરની મંજૂરી જરૂરી છે. આસામમાં 15 નવી લાઈનો પાથરવામાં આવશે તેમજ આંધ્રમાં 18, બિહારમાં સૌથી વધુ 34, ગુજરાતમાં 4, છત્તીસગઢમાં 8, મહારાષ્ટ્રમાં 12, મધ્યપ્રદેશમાં 8 નવી લાઈનો સ્થપાશે.

એ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં 1, હિમાચલમાં 4, ઝારખંડમાં 1, કેરળમાં 2 આેરિસ્સામાં 10, પંજાબમાં 10 નવી લાઈનો નાખવામાં આવશે. રાજસ્થાનમાં 10, પશ્ચિમ બંગાળમાં 18, ઉત્તરપ્રદેશમાં 15, તામિલનાડુમાં 8 પરંતુ તેલંગણામાં એક પણ નવી લાઈન નહી નખાય. સરકારે એવી માહિતી પણ આપી છે કે, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 2017-18માં સરકારે 21 ગ્રીન કોરિડોર બનાવ્યા છે.

રેલવે દ્વારા હવે જૈય શૌચાલયો વધારવામાં આવી રહ્યા છે. દેશભરમાં જે નવી 200 લાઈનો પાથરવામાં આવી રહી છે તે કામ ઝડપથી પૂર્ણ થશે. રેલવેની ક્ષમતા વધારવા સાથે તેની મહેસૂલી આવકમાં પણ વધારો થશે અને ખોટ કરતી રેલવે પોતાનો ખર્ચ કાઢી શકે તેવું આયોજન છે.

Comments

comments

VOTING POLL