દેશમાં પેટ્રાેલ-ડીઝલના ભાવ ભડકે બળે છે ત્યારે ગુજરાત સરકારે ટેક્સ ઘટાડવાનો ઇનકાર કર્યો

September 12, 2018 at 11:58 am


દેશમાં દિન-પ્રતિદિન પેટ્રાેલ-ડીઝલના વધતા જતા ભાવ ને કારણે ખાસ કરીને મધ્યમ વર્ગ તથા ગરીબ પ્રજાનું જીવન દુષ્કર બની રહ્યું છે અને રોજ રોજ પ્રજાના માથે પેટ્રાેલ ડિઝલના ભાવ વધારાના હથોડા ઝીકાઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રાેલ-ડીઝલ પર ટેક્સ ઘટાડી પ્રજાના રાહત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા પ્રજાને ભારે આઘાત લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારો અમારા હાથમાં નથી તેમ જણાવી હાથ ખંખેરી લીધા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પેટ્રાેલ-ડીઝલ પર સરકારી ટેક્સ ઘટશે નહી તેવી જાહેરાત કરી પ્રજાને વધુ એક આંચકો આપ્યો છે.

ગુજરાત સરકારની તિજોરી અત્યારે વેટની આવક થી છલોછલ થઈ રહી છે અને પેટ્રાેલ તથા ડીઝલ ઉપર વસૂલ કરાતા આશરે 25 ટકા ટેક્સ તેમજ ચાર ટકા સેસ દ્વારા વર્ષે દહાડે ગુજરાત સરકાર ને આશરે 12 હજાર કરોડથી પણ વધુ આવક થઈ રહી છે છતાં ગત આેક્ટોબર મહિનામાં ચાર ટકા ટેક્સ ઘટાડéાે હોવાથી સરકારી આવકમાં રુપિયા 2300 કરોડની આસપાસ ની ઘટ પડી છે ત્યારે આ ઘટ સરભર કરવા અન્ય વિકલ્પો શોધવાને બદલે રાજ્ય સરકારે પ્રજાને રાહત આપવા ટેક્સ ઘટાડવાનો ધરાર ઈનકાર કર્યો છે. રાજ્ય સરકારને પેટ્રાેલ ઉપર વસૂલ કરાતા ટેક્સ દ્વારા વર્ષે રુપિયા 4000 હજાર કરોડ કરતાં પણ વધુ આવક થાય છે જ્યારે ડીઝલ ઉપર ટેક્સ ની આવક 8000કરોડને પણ પાર કરી જાય છે એકંદરે રાજ્ય સરકારને પેટ્રાેલ અને ડીઝલ પર ટેક્સની આવક 12 હજાર કરોડથી પણ વધુ થાય છે તેમ છતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાેંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રાેલ ડીઝલ ઉપર સૌથી આેછો ટેક્સ લેવાય છે તેવી દલીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રાેલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડéુટી સેન્ટ્રલ વેટ વગેરે વેરા વસૂલ્યા બાદ ગુજરાત સહિતના અન્ય રાજ્યો પણ વેટ તથા સેસ વગેરેની વસૂલાત કરે છે પરિણામે પેટ્રાેલ-ડીઝલ ખૂબ માેંઘુ પડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા હોવાથી દેશમાં પેટ્રાેલ-ડીઝલના ભાવ વધી રહ્યા હોવાની સરકાર દલીલ કરે છે આ દલીલને બીજી તરફ સત્ય હકીકત એવી પણ છે કે ભારત ખુદ નાના-નાના પાડોશી દેશોને પેટ્રાેલ-ડીઝલ સપ્લાય કરે છે છતાં તે દેશોમાં ભાવ ભારત કરતા આેછા છે જે ખૂબ જ આશ્ચર્ય, નવાઇ અને આઘાત પમાડે તેવી વાત છે.

Comments

comments

VOTING POLL