દેશમાં પ્રેમસંબંધ અને પ્રેમવિવાહને લગતી હત્યાઆેમાં વધારો

November 23, 2019 at 11:12 am


Spread the love

તાજેતરમાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો એટલે કે એન સિ આર બી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં અપરાધની અને હત્યાઆે ની આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે ખરેખર ચાેંકાવનારી અને ચિંતાજનક છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2001થી 2017ની વચ્ચેના સમયગાળામાં દેશમાં મોટા ભાગની હત્યાઆે પ્રેમ સંબંધ અને પ્રેમ વિવાહ જોડાયેલી રહી છે. આ રિપોર્ટ આપણા સમાજનું ખૂની માનસ છતું કરે છે અને અનેક સવાલો પેદા કરે છે.
આપણા દેશમાં તો દર વર્ષે હત્યાઆે વધી રહી છે અને મર્ડરના દરમાં વધારો થઈ રહ્યાે છે પરંતુ પ્રેમ સંબંધોના લીધે થતી હત્યાઆે ના બનાવો વધી રહ્યા છે.
હમ તો હત્યા જેવા અપરાધો ની પાછળ સામાન્ય રીતે ત્રણ કારણો બહાર આવતા હોય છે જમા પ્રથમ કારણ છે પારસ્પરિક જૂની દુશ્મની બીજું કારણ છે સંપિત્ત ના ઝગડા અને ત્રીજું સૌથી મોટું કારણ છે પ્રેમ સંબંધ અને પ્રેમ વિવાહ.
2001થી 2017 ની વચ્ચે પારસ્પરિક દુશ્મનીને લીધે થયેલી હત્યામાં 4 ટકાનો વધારો થયો છે એજ રીતે માલ મિલકત સંબંધી ઝઘડામાં થયેલા મર્ડરમાં 12 ટકાનો ઘટાડો થયો છે પરંતુ પ્રેમ સંબંધને લીધે થયેલી હત્યાઆે માં 28 ટકા જેટલો અત્યંત ચિંતાજનક વધારો થયો છે.
પ્રેમ સંબંધ ના પગલે થઈ રહેલી હત્યાઆેની ઘટનાઆે આપણા સમાજની અને તેના સંસ્કારો ના અધપતન ની હકીકત રજુ કરે છે. આવી માનસિકતાને લીધે છે સમાજ નષ્ટ થઇ રહ્યાે છે અને પરિવારો વિખેરાઈ રહ્યા છે. સમાજમાં નફરતનો માહોલ અત્યંત Kચા લેવલ પર પહાેંચી ગયેલો દેખાય છે.
જ્ઞાતિઆે વચ્ચે ની વાડાબંધી અને Kચનીચના ભેદભાવ તેમજ ગરીબ અને અમીર વચ્ચે ના ભેદ વધી રહ્યા છે અને સમાજની નફરત નો ભોગ નવયુવાનો બની રહ્યા છે. આ સ્થિતિ નિવારવા માટે સરકાર જ એકલી કાફી નથી પરંતુ સમાજ એ જ પોતાની માનસિકતા બદલવી પડશે.
આપણા સમાજની સાચી હકીકત એ છે કે આજે પણ આધુનિક યુગમાં સમાજમાં પ્રેમ કરવાની આઝાદી કોઈ ને અપાતી નથી. જીવનના અનેક પ્રસંગો પર સમાજ પોતાનો દમામ રાખવા માંગે છે અને પોતાના હુકમ તળે રાખવા માંગે છે. પાછલા એક થી બે દસકા માં સામાજિક અને આર્થિક વિકાસથી કેટલાક બંધન શિથિલ થઈ ગયા છે.
યુવતીઆેને ઘરથી બહાર નીકળવાની પરવાનગી તો મળી રહી છે પરંતુ તેમની ઇચ્છાઆે પર પરિવારનો અને સમાજના ઠેકેદારો અંકુશ છે બીજી બાજુ યુવતીઆેને શિક્ષણ ઉચ્ચ કેટેગરીનું આપવામાં આવી રહ્યું છે તેમાંના નહી પરંતુ એમના પર નિયંત્રણો ઘણા છે એ જ રીતે યુવતીઆેને નોકરી કરવાની સ્વતંત્રતા પણ મળી છે પરંતુ નોકરી ના સ્થળ પર જો પ્રેમ થઈ જાય તો તેને સ્વીકારવા માટે સમાજ તૈયાર નથી અને આવા પ્રેમ બદલ તે ઘાતકી પગલા ભરવા માંગે છે.
આજના યુગમાં નોકરી કરનાર યુવકોની સાથે યુવતીઆે પણ મોટી સંખ્યામાં જોડાય છે અને કામકાજના સ્થળે તેમજ નોકરીના સ્થળે યુવકોને યુવતીઆે સવારથી સાંજ સુધી ભેગા રહેતા હોય છે અને તેમાં સંબંધો ક્યારેક મીઠા થઈ જાય છે પારસ્પરિક વૈચારિક એકતા હોવાને પગલે યુવક અને યુવતીઆે નજીક આવી જતા હોય છે.
આવા યુવકો જ્યારે કોઈ બીજા સંપ્રદાયના કે બીજી જ્ઞાતિ સાથે સંબંધ બાંધે છે ત્યારે સમાજ અને પરિવાર તેને સહેલાઇથી સ્વીકારવા તૈયાર થતા નથી અને અપરાધની ઘટનાઆે આકાર લઈ જાય છે.
આજે પણ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોને લઈને સમાજની માનસિકતા પછાત રહી છે અને તેમાં કોઇ ફેરફાર થયો નથી આધુનિક યુગમાં પણ એમના વિચારો આદિકાળ જેવા છે. એ જ રીતે અલગ અલગ જાતિ અને અલગ-અલગ સંપ્રદાય વચ્ચે સારા સંબંધો સ્વીકારવામાં આવતા નથી ખાસ કરીને પ્રેમ વિવાહની બાબત હોય ત્યારે સામ સામે દુશ્મની બંધાઈ જાય છે.
આમ જોઈએ તો પ્રેમ સંબંધની હત્યાના પણ અનેક એંગલ હોય છે. જેમ કે પ્રણય ત્રિકોણમાં પણ હત્યા થાય છે. એ જ રીતે જો કોઈ સ્ત્રી કોઈ પુરુષ ના પ્રસ્તાવનો ઇન્કાર કરે તો કા તેની હત્યા થાય છે અથવા તેણીના પ્રેમીને મારી નાખવામાં આવે છે.
આપણે બીજો એક મહત્વનો મુદ્દાે એ પણ ધ્યાનમાં રાખવાનો છે કે આેનર કિલિંગ પણ હવે દેશમાં વધુ થવા લાગ્યા છે. પોતાની મરજી વિરુÙ પ્રેમ સબંધ બાંધનારી અથવા તો પ્રેમ વિવાહ કરનારી યુવતી અને યુવકને ખુદ તેના મા-બાપ જ મારી નાખે છે અથવા તેના પરિવારજનો તેને રહેંસી નાખે છે. આવી હોનર કિલિંગની ઘટનાઆે પણ સમાજમાં ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને યુવતીઆેને આેનર કિલિંગ નો શિકાર વધુ પ્રમાણમાં થવું પડે છે કારણકે જો કોઈ બીજા સંપ્રદાયના યુવક સાથે લગ્ન કરે તો મા-બાપની અને તેના પરિવારને ઈંત ચાલી જાય છે તેવી ભાવનાથી પીડાઈને યુવતીની હત્યા કરાવી દેવામાં આવે છે અને યુવક સાથે પણ આવી ઘટનાઆે બનતી હોય છે. એક અભ્યાસ પ્રમાણે 2005થી 2012 ની વચ્ચે થયેલી આવી હત્યામાં 44 ટકા આંતરજાતીય વિવાહ ને કારણે થઈ હતી એ જ રીતે 56% હત્યાઆે એટલા માટે થઈ હતી કે યુવક-યુવતીના સંબંધો પરિવારજનોને મંજૂર ન હતા અને એમના પ્રેમ વિવાહ સ્વીકાર્ય ન હતા.
જે સમાજમાં હત્યા કરવાથી ઈંત બચતી હોય તેવા સમાજ ને આધુનિક કે સભ્ય સમાજ કઈ રીતે કહી શકાય તે સમજાતું નથી.