દેશમાં ફરી ‘મોદી સુનામી

May 23, 2019 at 11:43 am


૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે આજે સવારથી મત ગણતરી શરૂ થઈ હતી અને દેશમાં ફરી મોદીરાજનો જનતાએ ચૂકાદો આપી દીધો છે તેવા પ્રારંભિક પ્રવાહો મળ્યા છે. કોંગ્રેસ અને ગઠબંધનની મનની મનમાં જ રહી ગઈ છે. નોટબંધી, જીએસટી, મોંઘવારી, બેરોજગારી અને રાફેલના ભ્રષ્ટ્રાચારના મુદ્દા જનતાએ ફગાવી દીધા છે. પંજાબ અને તામિલનાડુ સિવાય એક પણ રાયમાં કોંગ્રેસ કે અન્ય પક્ષોને સફળતા મળી નથી અને આ સિવાયના તમામ રાયોમાં ભાજપનો પ્રભાવક દેખાવ આવી રહ્યો છે.

યુપીમાં મોદીનો જાદુ યથાવત રહ્યો છે અને તે ૬૦ બેઠક પર, મહાગઠબંધન ૧૭ પર, કોંગ્રેસ બે બેઠક પર આગળ છે. ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. બિહારમાં એનડીએનું સ્ટિમ રોલર ફરી વળ્યું છે અને તે ૩૮ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ ફકત બે બેઠક પર આગળ છે. પિમ બંગાળમાં દીદીના ગઢમાં ભાજપે જોરદાર ચઢાઈ કરી છે અને અહીં ભાજપ ૧૬ બેઠક પર અને મમતાની પાર્ટી ટી.એમ.સી. ૨૪ બેઠક પર આગળ છે.

દિલ્હીમાં ભાજપનો જોરદાર દેખાવ રહ્યો છે અને તે તમામ સાત બેઠક પર આગળ ચાલી રહી છે અને આપનું ખાતુ પણ ખૂલશે નહીં તેવું દેખાય છે. મહારાષ્ટ્ર્રમાં ભાજપ ગઠબંધન ૩૬ બેઠક પર અને કોંગ્રેસ ગઠબંધન ૧૨ બેઠક પર આગળ છે. રાજસ્થાનમાં સંપૂર્ણપણે તમામ ૨૫ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે અને કોંગ્રેસનું શાસન હોવા છતાં હજુ તેનું ખાતું પણ ખૂલ્યું નથી. ઓરિસ્સામાં ભાજપ ૭ બેઠક પર અને અન્યો ૧૦ બેઠક પર આગળ છે. પંજાબમાં કોંગ્રેસને સમખાવા પૂરતો ફાયદો દેખાય છે અને તે ૯ બેઠકો પર તેમજ ભાજપ ૩ બેઠકો પર આગળ છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ ૩ બેઠક પર, કોંગ્રેસ બે બેઠક પર અને અન્ય એક બેઠક પર આગળ છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ ૪ બેઠકો પર આગળ છે. ઉત્તરાખંડમાં ભાજપ પાંચ બેઠક પર આગળ છે અને કોંગ્રેસ હજુ શૂન્યમાં છે. છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં અહીં ભાજપ ૮ બેઠક પર અને કોંગ્રેસ ૩ બેઠક પર આગળ છે. ગોવામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને ૧–૧ બેઠક પર આગળ છે. તેલંગણામાં ભાજપ ૪ બેઠક, કોંગ્રેસ ૧ બેઠક અને અન્યો ૧૨ બેઠક પર આગળ છે. હરિયાણામાં પણ ભાજપનો બહુ જોરદાર દેખાવ રહ્યો છે અને તે તમામ ૧૦ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ હજુ શૂન્યમાં છે.

તામિલનાડુમાં કોંગ્રેસનો જોરદાર દેખાવ છે અને તે ૩૬ બેઠક પર આગળ છે. યારે ભાજપ ફકત ૩ બેઠક પર આગળ છે. મહારાષ્ટ્ર્રમાં ભાજપ ૩૬ બેઠક પર અને કોંગ્રેસ ૧૨ બેઠક પર આગળ છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપનું સ્ટીમરોલર ફરી વળ્યું છે. અહીં કોંગ્રેસનું શાસન હોવા છતાં ભાજપ તમામ ૨૯ બેઠક પર આગળ ચાલી રહ્યો છે અને કોંગ્રેસ હજુ શૂન્યમાં છે.
૨૦૧૪ કરતાં એનડીએની બેઠકો ઘટી છે અને કોંગ્રેસની બેઠકો ઘણી બધી છે પરંતુ સત્તા તો જનતાએ મોદી સરકારને જ સોંપી છે અને એનડીએને ફરી પાંચ વર્ષ માટે શાસન કરવાની તક મળી રહી છે.

Comments

comments

VOTING POLL