દેશમાં રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં ગુજરાતનું એકેય નહી

August 14, 2018 at 12:25 pm


ભારતમાં રહેવા માટે અવ્વલ શહેરોની યાદીમાં પુણે શહેર અવ્વલ નંબર પર આવ્યું છે. ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટના નામે 8 વાર તાયફાઆે કરી ચૂકી છે પણ ગુજરાતનું એકેય શહેર આ યાદીમાં ટોચ પર સામેલ નથી. એટલું જ નહિ પરંતુ ઈઝ આેફ ડુIગ બિઝનેસમાં પણ ગુજરાત પાછું પડયું છે. વાઈબ્રન્ટના તાયફા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.

કેન્દ્રીય શહેર મંત્રાલય દ્વારા જાહેર જીવનના સુગમતા સૂચકાંક (લિવેબિલિટી ઈન્ડેક્સ)ની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના એકેય શહેરને સ્થાન મળ્યું નથી. આ સર્વે દેશના 111 શહેરમાં કરાયું હતું, જેમાં શાસન, સામાજિક સંસ્થાઆે, આર્થિક અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ ચાર માપદંડો નક્કી કરાયા હતા.

શહેરી વિકાસ મંત્રાલયની એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રનું પુના શહેર રહેવા માટે લોકોની પ્રથમ પસંદ છે જ્યારે દેશની રાજધાની દિલ્હીને 65મો ક્રમાંક મળ્યો છે. લિવેબિલિટી ઇન્ડેકસ્માં પુના શહેર પ્રથમ નંબર પર છે, જ્યારે નવી મુંબઈ બીજા અને ગ્રેટર મુંબઈ ત્રીજા સ્થાને છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સાથે ઈન્દોરે પણ ટોપ 10માં જગ્યા બનાવી છે. ઉત્તર પ્રદેશ,પિશ્ચમ બંગાળ, કણાર્ટક, ગુજરાત, તામિળનાડૂના કોઈપણ શહેરે ટોપ-10માં જગ્યા નથી બનાવી. ભારતમાં રહેવા માટે ઉત્તમ શહેરોની યાદીમાં ગુજરાતના એક પણ શહેરનો સમાવેશ નથી થયો. શહેરોમાં 15 કેટેગરી અને અલગ અલગ 78 માપદંડથી તપાસવામાં આવ્યા હતા. સંસ્થાકીય અને સોશિયલ પેરામીટરના 25-25 ગુણ નક્કી કરવામાં આવ્યા હતા. સૌથી વધુ ગુણ ફિઝિકલ પેરામીટરના અને પાંચ માર્ક ઈકોનોમિક પેરામીટરના ગણવામાં આવ્યા હતા. જોકે વાઈબ્રન્ટ સમિટના કારણે જેને દેશનું ગ્રાેથ એન્જિન ગણવાના ગાણાં ગવાતાં હતાં તેવા ગુજરાતના એકેય શહેરને રહેવા માટે શ્રેષ્ઠ હોય તેવું સ્થાન ટોપ ટેનમાંય મળ્યું નથી. વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં જાહોજલાલી વધી છે, સમૃિÙ વધી છે, મોટા શહેરો સુગમતા સાથે રહેવા લાયક બન્યા છે તેવા તમામ સરકારી દાવાની આ સર્વેમાં પોલ ખૂલી જવા પામી છે.

Comments

comments

VOTING POLL