દેશી દારૂના છ દરોડામાં મહિલા સહિત બે ઝબ્બે: ચાર નાસી છૂટયા

April 20, 2019 at 4:39 pm


શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન પોલીસે ઠેર ઠેર દેશી દારૂ અંગે દરોડા પાડી મહિલા સહિત બે શખસોને ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમ્યાન નાસી જનાર ચાર શખસોને ઝડપી લેવા દોડધામ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભવાનીનગરમાંથી ત્રણ લીટર દેશી દારૂ સાથે રવિ મનસુખ કોળીને એ–ડીવીઝન પોલીસે તથા વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયા પાસેથી અરૂણા દેવજી વાઘેલાને ત્રણ લીટર દેશી દારૂ સાથે તાલુકા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. જયારે દરોડા દરમ્યાન દેશી દારૂ મુકી નાસી જનાર વેલનાથપરામાંથી અરૂણ વિરજી પાથર, ચુનારાવાડમાંથી જીતેશ ઉર્ફે જીતો લંગડો બાબુ, નવગામ પાસેના દેવનગરના ઢોરા પાસેથી રવિ નાગજી કોળી અને છોટુનગર મફતીયાપરામાંથી ગીતા મગનને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે

Comments

comments