દેશ કરશે ‘મન કી બાત’

March 11, 2019 at 10:07 am


વિશ્વના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતમાં દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા (સામાન્ય ચૂંટણી)નું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બરાબર એક મહિના પછી દેશમાં નવી સરકાર બનાવવા માટેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. 543 સીટ ધરાવતી સંસદમાં ‘માનનીયો’ની પસંદગી માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીનો પ્રથમ તબક્કાે 11 એપ્રિલે યોજાશે. આ પછી 18, 23, 29 એપ્રિલ અને ત્યારબાદ 6, 12 અને 19 મે એમ કુલ સાત તબક્કામાં વિવિધ રાજ્યોમાં મતદાન થશે. દેશના વડાપ્રધાન કોણ હશે અને કોની સરકાર કેન્દ્રમાં બિરાજમાન થશે તેનો નિર્ણય 23 મેએ આવી જશે.

ચૂંટણીની આચારસંહિતા આખા દેશમાં લાગુ થઈ ગઈ છે અને તેના લાગુ થયા બાદ બદલીઆે, નિમણૂકો, નવી યોજનાઆે અને પ્રલોભનો ઉપર તુરંત રોક લગાવી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આ વખતે નવા પગલાં પણ ઉઠાવ્યા છે. આ વખતે ઈવીએમમાં ઉમેદવારોનો ફોટો પણ લગાવવામાં આવશે જેથી કરીને મતદારો ભ્રમિત ન થઈ જાય. પર્યાવરણને નુકસાન પહાેંચાડનારી પ્રચાર સામગ્રીથી પણ ઉમેદવારે બચવું પડશે. તમામ 10 લાખ મતદાન કેન્દ્રાે ઉપર વીવીપેટ મશીનો પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. નકસલવાદ પ્રભાવિત સીટ ઉપર એક જ દિવસ મતદાનથી અન્ય તબક્કા દરમિયાન સુરક્ષા દળોની પર્યાપ્ત તૈનાતગી રાખવામાં આવશે. કુલ 90 કરોડ મતદાતાઆેમાં દોઢ કરોડ મતદારો 18થી 19 વર્ષની વયના છે જે પહેલી વખત લોકતંત્રના મહાયજ્ઞમાં પોતાના મતની આહુતિ આપશે.

ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મથામણ શરૂ થઈ ગઈ છે. હવે નામાંકન માટે 14 દિવસ બચ્યા છે. વિપક્ષી દળોના મહાગઠબંધનના પ્રયાસો તો ચાલી જ રહ્યા છે. જો કે આટલા આેછા સમયમાં પક્ષોને રાજી કરવા અને સીટનું ગણિત બેસાડવાનું સરળ નહી રહે તે પણ વાસ્તવિકતા છે. આ જોતાં ભાજપ માટે ઘણો ફાયદો રહેવાની સંભાવના પણ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ મોટાભાગના રાજ્યોમાં ગઠબંધન કરી ચૂકી છે. એનડીએ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ફાયદો ઉઠાવી શકે છે કેમ કે પહેલાં ત્રણ તબક્કામાં અડધાથી વધુ એટલે કે 303 સીટ ઉપર મતદાન થઈ જશે. બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા ચાલશે. મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ચાર તબક્કામાં, છત્તીસગઢ, આસામમાં ત્રણ, રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં બે તથા 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક જ દિવસમાં મતદાન આટોપી લેવામાં આવશે. બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કાના નિર્ણય સામે વિપક્ષ પ્રñ ઉભા કરી શકે છે. જો કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માત્ર પંચ જ નહી પરંતુ દરેક રાજકીય પક્ષો અને મતદારોની પણ જવાબદારી છે. નવી સરકાર દેશને નવી દિશા આપે છે તેથી લોકોનો એક-એક મત કિંમતી છે અને આ એક મત જ દેશનું ભવિષ્ય નક્કી કરશે…

Comments

comments

VOTING POLL