દોક્લામમાં ચીનનો ફરી પગદંડો પરંતુ ભારત મૌન સેવે છે: અમેરિકા

July 27, 2018 at 10:42 am


અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો હતો કે ચીને દોેક્લામમાં ફરી ચૂપચાપ પોતાની પ્રવૃત્તિ શરૂ કરી છે, પરંતુ ભારત અને ભુતાને હજી સુધી તેનો કોઇ વિરોધ નથી કર્યો. જોકે આ મામલે રાજ્યસભામાં ગુરુવારે નિવેદન કરતા વિદેશી બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન વી.કે. સિંહે જણાવ્યું હતું કે, દોક્લામમાં ચીન સાથે જ્યાં મડાગાંઠ સર્જાઇ હતી એ સ્થળ પરની સ્થિતિમાં કોઇ ફેરફાર નથી થયો.
તેમણે હિમાલય પરની બીજિંગની પ્રવૃત્તિની સરખામણી દક્ષિણ ચીનના વિવાદાસ્પદ વિસ્તારમાંની કામગીરી સાથે કરી હતી. બીજિંગ દક્ષિણ ચીનના આખા વિસ્તારમાં પોતાનો દાવો કરી રહ્યું છે, જ્યારે વિયેટનામ, મલયેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઇ અને તાઇવાન પણ આ વિસ્તારમાં પોતાના દાવા કરે છે.
બીજિંગ દક્ષિણ ચીનના દરિયા અને પૂર્વ ચીનના દરિયા વિસ્તારમાં અન્ય દેશો સાથે વિવાદ ધરાવે છે. તેણે આ વિસ્તારમાં અનેક ટાપુ અને ખડક પર સૈનિકો ગોઠવ્યા છે. આ બન્ને વિસ્તાર ખનિજો, તેલ અને અન્ય કુદરતી સ્રોતોથી સમૃદ્ધ ગણાય છે તેમ જ વૈશ્ર્વિક વ્યાપાર માટે મહત્ત્વના ગણાય છે.
દક્ષિણ અને મધ્ય એશિયા માટેના પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઑફ સ્ટેટ એલિસ જી. વેલ્સે કોંગ્રેસની સુનાવણી વખતે સાંસદોને જણાવ્યું હતું કે ભારત ઉત્તરમાંની પોતાની સરહદનું જોરદાર રક્ષણ કરી રહ્યું છે અને દોક્લામમાંની ચીનની ફરી શરૂ થયેલી પ્રવૃત્તિ ભારત માટે ખરેખર ચિંતાનો વિષય ગણાય. તેમને ચીન દ્વારા ભારતની સરહદની નજીક બાંધવામાં આવી રહેલા રસ્તાના સંબંધમાં સવાલ પુછાયા હતા.
ભારત અને ચીન વચ્ચે હિમાલયમાં અનેક વખત પ્રાદેશિક વિવાદ ઊભો થયો હતો. ભુતાન, ચીન અને ભારતની સીમા પાસે આવેલા દોક્લામ વિસ્તારમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ રસ્તાનું નિમર્ણિ શરૂ કરતા ઘર્ષણ થયું હતું. એશિયા અને પ્રશાંત વિસ્તારમાંની કોંગ્રેસની વિદેશ બાબતોને લગતી પેટા-સમિતિના અધ્યક્ષ ટેડ યોહો, કોંગ્રેસની મહિલા સભ્ય એન્ન વેગનર અને અન્ય સાંસદોએ એલિસ જી. વેલ્સને ચીનને લગતા અનેક સવાલ પૂછ્યા હતા. યોહોએ એવો પ્રશ્ર્ન પણ પૂછ્યો હતો કે ચીનનું આ વિસ્તારમાં વધતું જોર અટકાવવા તમારા મતે શું કરવું જોઇએ?

Comments

comments

VOTING POLL