દ્વારકાના ચરકલા વોટર પ્લાન્ટના ચાલુ પંપમાં કપાયો યુવાન

June 20, 2018 at 10:36 am


દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ્સ લિમિટેડના ચરકલા વોટર પ્લાન્ટના ચાલુ પમ્પ પર પેઇન્ટિંગ કરતા પેઇન્ટર અમિતભાઇ પટેલ ઉ.વ.42 નામનો યુવક પમ્પમાં પડી જતાં કપાઇ ગયો હતો. યુવાનનું પમ્પમાં પડવાથી કપાઇ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું, યુવાન મુળ નડિયાદનો હાલ મીઠાપુરના ઉધોગનગર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું, તે યુવાનને 3 માસુમ બાળકીઆે હોવાનું સામે આવ્યું, યુવાન પમ્પમાં પડતા હાથ, પગ, ધડ કપાઇ જતા મોતને ભેટયો હતો તેમની ડેડ બોડી પીએમ માટે દ્વારકા ખસેડાઇ હતી અને દ્વારકા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.

Comments

comments

VOTING POLL