દ્વારકાના સમુદ્ર વચ્ચે આવેલ ઐતિહાસિક ભડકેશ્વર મંદિરે ભવ્ય લોકમેળો ઉજવાયો

February 14, 2018 at 1:02 pm


પુરાણપ્રસિધ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં સ્થાપિત અનેક શિવાલયોમાંથી સૌથી વધુ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા અને સમુદ્ર મધ્યે બિરાજતાં ભડકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા વદ તેરસના મહાશિવરાત્રીના શુભદિને ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં સમગ્ર આેખા મંડળમાંથી શિવભકતો દર્શનાથ£ ઉમટયા હતા, દ્વારકાના આ પૌરાણિક શિવાલયમાં સવારે 4 વાગ્યે ઉત્સવ આરતી યોજાઇ હતી, સાંજે 4 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી સમગ્ર આેખા મંડળમાં એકમાત્ર શિવાલયમાં દર વર્ષની જેમ મેળાનું પણ આયોજન કરાયું હતું, રાત્રે 10 વાગ્યાથી નિર્મળાબેન દુધરેજીયાના ભજન તથા રાત્રીના 12 કલાકે શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. મહાશિવરાત્રીએ ભોળાનાથને રીઝવવાનો શ્રેષ્ઠ દિન હોય સવારથી જ ભડકેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને મહાદેવને ષોડશોપચાર મંત્રો સાથે દૂધ તથા જલનો અભિષેક, બીલીપત્ર ચડાવી શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, આ પવિત્ર દિવસે ભગવાન શિવની કૃપાથી સમુદ્રના નીર આપોઆપ આેસરી જતાં સમગ્ર દિન દરમ્યાન ભાવિકો સેતુ પસાર કરી ભોળાનાથના દર્શન કરી શકે છે, દર વર્ષે આેખા મંડળના હજારો ભાવિકો શિવરાત્રીના શુભદિને ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Comments

comments

VOTING POLL