દ્વારકાના સિધ્ધનાથ મંદિરે ચાર પહોરની આરતી યોજાઇ

February 14, 2018 at 12:54 pm


દ્વારકાના અતિ પૌરાણિક શિવાલય સિધ્ધનાથ મહાદેવ મંદિરે મહા વદ તેરસને શિવરાત્રીના પાવન પર્વ નિમિતે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી અને બહોળી સંખ્યામાં સ્થાનીય ભાવિકોએ ભોળાનાથના દર્શન કરી પાવન પર્વ નિમિતે મહાદેવને રીઝવ્યા હતાં, સાંજે 8 કલાકે મહાદેવની મહાઆરતી તેમજ રાત્રીના 12 વાગ્યે ચાર પહોરની વિશેષતમ આરતી પણ યોજવામાં આવી હતી.પૌરાણિક લોકવાયકા પ્રમાણે દ્વારકાના અતિ પ્રાચીન પૈકીનું ગામની મધ્યે આવેલ સિધ્ધનાથ મહાદેવનું મંદિર એ ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીના શાસનકાળ પૈકીનું એક છે અને હજારો વર્ષોથી લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે, દર વષેર્ શ્રાવણ માસમાં તેમજ શિવરાત્રીના વિશેષ ધામિર્ક આયોજનો કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL