દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરમાં અખંડ રામધૂનનો રજત જયંતિ મહોત્સવ ઉજવાશે

February 6, 2018 at 12:29 pm


દ્વારકામાં આવેલા સુપ્રસિધ્ધ હરિનામ સંકિર્તન મંદિરમાં ચાલતી અખંડ રામનામની ધૂનને પ0 વર્ષ પૂર્ણ થઇ પ1મું વર્ષ શરૂ થતું હોય રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે જે નિમિત્તે આગામી તા. 08-02-2018 થી તા. 30-03-2018 સુધી સતત એકાવન દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ સંકિર્તન યોજાશે, આ સાથે પ્રેમભિક્ષુજી મહારાજની 48મી પૂÎયતિિથની પણ ભવ્ય ઉજવણી થશે.

તા. 08-02-2018 થી તા. 30-03-2018 સુધી દરરોજ રાત્રે 10 થી 1ર વાગ્યા સુધી શહેરમાં અલગ અલગ જગ્યાએ હરિનામ સંકિર્તન તથા તા. 31-03-2018 હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા, નામ વંદના, સુંદરકાઠના પાઠોનું આયોજન તથા દ્વારકાના અલગ અલગ રાજમાર્ગો પર પ્રભાત ફેરીનું આયોજન તથા 05-04-2018 પ્રેમભિક્ષુજી મહારાજની 48મી પૂÎયતિિથ નિમિત્તે દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજારોહણ, પ્રભાતફેરી, અભિષેક પૂજન, સØગુરૂ દેવનું પૂજન-અર્ચન, નગર કિર્તન તથા શોભાયાત્રાનું આયોજન. દ્વારકામાં પોતપોતાના વિસ્તારમાં વિશેષ રામધૂન યોજવા તથા આ અંગે વધુ વિગત માટે સંસ્થા કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે.

Comments

comments

VOTING POLL