દ્વારકામાં એસ.ટી. કર્મચારીઆેએ કાળી પટ્ટી ધારણ કરી દશાર્વ્યો વિરોધ

August 8, 2018 at 10:54 am


જામનગર એસ.ટી. વિભાગ અંતર્ગતના એસ.ટી.મજદુર સંઘ દ્વારા તેમના પડતર પ્રશ્નોનું લાંબા સમયથી ઉકેલ ન આવતા અને આ અંગે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત છતાં નિગમ મેનેજમેન્ટ દ્વારા આજદિન સુધી કોઇ ઉકેલ ન આવતાં નિગમના ત્રણેય માન્ય સંગઠનો તેમજ આેફીસર્સ એસલ.ના. લી.સંકલન સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવેલ છે. જેમના ભાગરૂપે તાજેતરમાં દ્વારકા એસ.ટી. વિભાગ દ્વારા ખાનગીકરણ, એકસપ્રેસ રૂટો પર ખાનગી બસો ભાડે લઇ ચલાવવી તેમજ નિગમના પડતર પ્રશ્નો અને મેનેજમેન્ટના મનસ્વીપણાથી કર્મચારીઆેને થતી પરેશાની સામે વિરોધ દશાર્વવા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL