દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાના 8પ ફોર્મ રદઃ આજે ચિત્ર સ્પષ્ટ

February 6, 2018 at 12:26 pm


Spread the love

દ્વારકા જિલ્લાની દ્વારકા-ભાણવડ અને સલાયા નગરપાલિકાઆેની ચૂંટણીમાં ભરાયેલા ફોર્મમાંથી કુલ 8પ ફોર્મ રદ થયા છે, આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે અને ક્યાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા તે સામે આવ્યા બાદ પરિણામ સંબંધે અંદાજ નીકળી શકશે. દ્વારકા માટે 1ર7 ફોર્મ ભરાયા હતા, 39 અમાન્ય રહ્યા હતા, 88 માન્ય રહ્યા છે, સલાયામાં જો કે એક પણ ઉમેદવારીપત્ર અમાન્ય રહ્યું નથી, પ7 ભરાયા છે અને તે તમામ પ7 માન્ય રહ્યા છે, ભાણવડમાં કુલ 111 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 46 અમાન્ય રહેતા હાલ 8પ ઉમેદવારોના ફોર્મ માન્ય છે. રાજ્યની નગરપાલિકાઆેની સામાન્ય તથા અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઆેની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગે તા. ર3/01/ર018 ના રોજ જાહેરાત કર્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકાની આગામી 17મીએ યોજાનાર સામાન્ય ચૂંટણી માટે તા. 03 ફેબ્રુ. સુધી 1ર7 ઉમેદવારોએ વિવિધ પક્ષમાંથી ફોર્મ ભર્યા હતા. જે પૈકી આજે યોજાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 1ર7 પૈકી મેન્ડેટને આધારે વેરીફીકેશન બાદ 39 ફોર્મ અમાન્ય કરતાં કુલ 88 ફોર્મ માન્ય જાહેર થયા છે, આવતીકાલ તા. 06-02-2018 ના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ હોય આવતીકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે. મતદાનની તા. 17મી ફેબુ્રઆરીના રોજ યોજાશે. પુનઃ મતદાન કરવાના પ્રસંગે તા. 18મીએ પુનઃ મતદાન યોજાશે જ્યારે મત ગણતરી તા. 19/02/2018 ના રોજ કરવામાં આવશે. દ્વારકા જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પરિણામ પણ લોકસભાની ચૂંટણીના કારણે મહત્વના માનવામાં આવી રહ્યા છે, સલાયા નગરપાલિકામાં તમામ ફોર્મ માન્ય રહ્યા એ બાબત પણ નાેંધપાત્ર રહેશે.