દ્વારકા જિલ્લામાં પ્લાસ્ટિક વિક્રેતાઆેનું આવી બનશે, ર1 જુલાઈથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ

July 10, 2018 at 10:56 am


દ્વારકા જિલ્લામાં હવે આગામી ર1 જુલાઈ પછીથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવાની સાથે દંડનિય કાર્યવાહી કરવા અંંગેની જોગવાઈ પણ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.

પ્લાાસ્ટિક મુકત પર્યાવરણની ઉંભી ઉડાન ભરવા જઈ રહેલા ગુજરાતમાં કડક પણે પ્લાસ્ટિક ઉપયોગીતા સામે અમલવારી કરવા માટે રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં જવાબદાર અમલદારો દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે અને તેની અમલવારી પણ કડક હાથે કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં સામાજીક સંસ્થાઆે દ્વારા પ્લાસ્ટિક મુકત અભિયાનની સોડમ સમગ્ર દ્વારકા જિલ્લામાં પ્રસરતા અંતે જિલ્લામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પાબંધી લાદવામાં આવી છે. ગત તા.9 ના રોજ નિવાસી અધિક કલેકટર હિરેન વ્યાસના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની પાલિકાઆેના ચિફ આેફીસરો, તાલુકા વિકાસ અધિકારીઆે હાજર રહયા હતા. બેઠકમાં અધિક કલેકટર વ્યાસે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા ભાગે તમામ જગ્યાએ કરવામાં આવી રહયો છે. જેના લીધે દરીયાઈ જીવ સૃઝટી તેમજ પશુધન પ્લાસ્ટિક આરોગવાના કારણે મોતને ભેટી રહયા છે. આ ઉપરાંત કેટલીક નિચી ગુણવતાના પ્લાસ્ટિકનો નાશ ન થવાને કારણે પર્યાવરણ ઉપર પર જોખમ થવા પામેલ છે. જેને પગલે એક થી અનેક રીતે સાથે મળી દ્વારકા જિલ્લામાં આગામી તા.ર1 જુલાઈ પછી થી પાણીના પાઉચ, શાકભાજીના ધંધાથીેઆે, અનાજ કરીયાણા, ખાણીપીણી સહિતના ધંધાથીે દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. એમ છતાં ઉપરોકત જણાવ્યા મુજબ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઝડપાશે તો રૂા. ર0 હજાર થી એક લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ અંગે લોકોમાં પણ જાગૃતતા ફેલાય તે માટે કેબલ નેટવકોેમાં જાહેરાતો આપવી તેમજ જાહેર સ્થળોએ હોડંગ્સો મુકવા અધિકારીઆેને જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સખી મંડળોની બહેનોને પ્રાેત્સાહન મળે માટે પેપર બેગની તાલીમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં દંડનિય કાર્યવાહી પહેલા લોકો અને દુકાનદારો, વિક્રેતાઆે સ્વેચ્છાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે અંગે નિવાસી અધિક કલેકટર દ્વારા અપિલ પણ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL