દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મહાશિવરાત્રી પર્વમાં ભાવિકો ઉમટયાં

February 14, 2018 at 12:50 pm


ફાગળ વદ તેરસને શિવરાત્રીનો પાવન પર્વ, આ દિવસે દેશભરમાં શિવાલયોમાં શિવભકતો દ્વારા બમબમ બોલેના નાદથી ગુંજી ઉઠયા હતાં, દ્વારકા નજીકના નાગેશ્વર જયોતિલિ¯ગ ખાતે પણ શિવરાત્રી નિમિતે વિશેષ આયોજનો કરાયા હતાં, જેમાં સવારે પાંચ વાગ્યે આરતી યોજાઇ હતી, દિવસ દરમ્યાન દર્શન-પૂજન અર્ચન ખૂલ્યા રહ્યાં હતાં, સાંજે પાંચ વાગ્યાથી વિશિષ્ટ શૃંગાર દર્શન યોજાયા હતાં, રાત્રીના આઠ વાગ્યે મહાઆરતી તથા 12 વાગ્યે ચાર પહોરની આરતીનો પણ હજારો ભાવિકોએ લાભ લીધો હતો.

Comments

comments