દ્વારકા શારદાપીઠની સંસ્કૃત એકેડમીના પ્રાધ્યાપક રાષ્ટ્રપતિ ચંદ્રક માટે નોમીનેટ

August 21, 2018 at 11:20 am


દ્વારકાની શારદાપીઠ સંચાલીત સંસ્કૃત એકેડમીમાં છેલ્લા 30 વર્ષથી અધ્યાપક તરીકે સેવા આપતા પ્રાધ્યાપકનું નામ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે નોમીનેટ કરાયું છે, જેના પગલે શિક્ષણ જગતમં આનંદ છવાયો છે. સંસ્કૃત એકેડમીના ડાયરેકટર તરીકે ઉમદા સેવા બજાવનાર ડો.જયપ્રકાશ દ્વિવેદી વર્ષ 2018માં સંસ્કૃત ભાષાના વિદ્વાનના રૂપમાં રાષ્ટ્રીય પુરસ્કાર માટે ભારત સરકારની એચ.આર.ડી. મીનીસ્ટ્રીએ રાષ્ટ્રીય સન્માન માટે નોમીનેટ કર્યા છે. વર્ષ 2017માં તેમને ઇમેરીકશન પ્રાેફેસર તરીકે ભારત સરકારે નિયુકત કર્યા છે. ભારતભરમાંથી આનિયુકિત માત્ર બે પ્રાેફેસરને આપવાની થતી હોય છે, જેમાંના એકનો તેમનો સમાવેશ કરાયો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પ્રકાશીત થનાર ચારસો પેઇજના ભારત અંતર્ગત પ્રકાશીત થનાર ચારસો પેઇજના ભારત વૈભવ પુસ્તકના કુલ ત્રણ સંપાદકોમાં પણ તેમનો સમાવેશ કરાયો છે. મીનીસ્ટ્રી આેફ એચ.આર.ડી.એ. નિર્ણય કર્યો છે કે, નવનિમિર્ત પુસ્તરમાં ભારતના શિલ્પો, કૃષિ, આયુર્વેદ, પર્યાવરણ, સાહિત્ય, કર્મના સિધ્ધાંતો સહિતના માનવી જીવનના અનેક પાયારૂપ વિષય પર સંપાદન કરવામાં આવે, તેમણે જણાવ્યું હતું કે, મારૂ રાિષ્ટ્રય સન્માનએ ભગવાન દ્વારકાધીશની કૃપા અને જગદગુરૂ સરસ્વતિના મારા ઉપર આશીવાર્દથી છે. ઉત્તરપ્રદેશમાં જન્મેલા ડો.qÜવેદીએ ગુજરાત પ્રત્યે પોતાની કર્મભૂમિ સમાન ગણાવી છે.

Comments

comments

VOTING POLL