ધરપકડથી ભાઇને બચાવવા વચ્ચે પડેલા ટીબી ગ્રસ્ત યુવાનને પોલીસનો ધકકો લાગતા મોત

August 16, 2019 at 2:30 pm


ભાવનગર નજીકનાં માલણકા ગામે રહેતા આઘેડને ગુનાનાં કામે ધરપકડ કરવા ગયેલી વરતેજ પોલીસની વચ્ચે પડતાં ટીબગ્રસ્ત આઘેડનાં ભાઇને ધકો લાગતા જમીન પર પટકાયા બાદ ઉલ્ટી થતાં તેનું મોત નિપજતા ભારે હોબાળો મચ્યો હતો. વરતેજ પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં માલણકા ગામે રહેતા સગરામ નાેંધાભાઇ બારૈયાને ગુનાનાં કામે વોરંટનાં આધારે ઝડપી લેવા વરતેજ પોલીસ કાફલો ગત મોડી સાંજે માલણકા ગામે ગયો હતો.

સગરામ નાેંધાભાઇ બારૈયાની પોલીસે ધરપકડ કરતાં સગરામ નાેંધાભાઇનાં નાનાભાઇ અને ટીબીની બિમારી ધરાવતા કાંતિભાઇ નાેંધાભાઇ બારૈયા (ઉ.વ.43) વચ્ચે પડી પોતાનાં ભાઇની ધરપકડ ન કરવા જણાવતાં જે દરમ્યાન પોલીસનો ધકકો લાગતા જમીન પર પટકાયેલા કાંતિભાઇને લોહીની ઉલ્ટી થયા બાદ તેમનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે વિજયભાઇ સગરામભાઇ બારૈયા (ઉ.વ.27)એ આપેલા નિવેદનનાં આધારે વરતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL